News of Tuesday, 10th March 2026
હળવદ જીઆઇડીસી પાસે બોલેરોએ બાઇકને ઉલાળતાં ૧૭ વર્ષના હમીરનું મોત
કુટુંબી કાકાના બાઇક પાછળ બેસીને જતો ચા પીવા જતો હતો હતો ત્યારે બનાવઃ રાજકોટમાં સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૦: હળવદ જીઆઇડીસી નજીક બોલેરોએ બાઇકને ઉલાળી દેતં હળવદ યાર્ડ પાસે રહેતાં ૧૭ વર્ષના હમીર કરીમભાઇ માણેકને ગંભીર ઇજા થઇ હતી. જ્યારે તેના કુટુંબી કાકા ઇદ્રીશભાઇનો ઇજા સાથે બચાવ થયો હતો. સારવાર દરમિયાન હમીરનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ હળવદ રહેતો હમીર ધૂળેટીના દિવસે તેના કાકા ઇદ્રીશભાઇના બાઇકમાં બેસી ચા પીવા ગયો હતો. બંને પરત ઘર તરફ આવતાં હતાં ત્યારે હળવદ જીઆઇડીસી પાસે પાછળથી બાઇકને બોલેરોના ચાલકે ઉલાળી દેતાં કાકા-ભત્રીજો બંને ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી. જેમાં હમીરને ગંભીર ઇજા પહોંચી હોઇ મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ ગત રાતે તેનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર હમીર બે ભાઇ અને બે બહેનમાં બીજો હતો તથા છુટક મજૂરી કરતો હતો. બનાવથી પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
