<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

પોરબંદરમાં બે સ્‍થળોએ આગ : ફાયર ટીમે વધુ નુકશાન અટકાવ્‍યું : જાનહાનિ નથી

વીજ સબ સ્‍ટેશન પાસે કચરામાં તથા વખારમાં આગ ભભૂકી ઉઠી હતી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૦: ગત રાત્રે બે સ્‍થળે લાગેલી આગ પર ફાયર એન્‍ડ ઈમરજન્‍સી સર્વિસીસ વિભાગે કાબુ મેળવીને વધુ નુકશાન અટકાવ્‍યું હતું.

મહાનગરપાલિકાના ફાયર એન્‍ડ ઈમરજન્‍સી સર્વિસીસ વિભાગ દ્વારા શહેરમાં રાત્રિના સમયે બનેલી આગની બે ઘટનાઓમાં તાત્‍કાલિક કામગીરી કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી. પ્રથમ બનાવ પાંજરાપોળ રોડ ઉપર સબ સ્‍ટેશન નીચે પડેલા કચરામાં આગ લાગવાનો બન્‍યો હતો. જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્‍થળે પહોંચી આગને બુઝાવી પરિસ્‍થિતિ નિયંત્રણમાં લીધી હતી. બીજા બનાવમાં વીર ભનુની ખાંભી નજીક બુલેટના શો-રૂમ પાછળ આવેલ વખારમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર એન્‍ડ ઈમરજન્‍સી સર્વિસીસ વિભાગ દ્વારા ઝડપભેર કામગીરી હાથ ધરતા આગને ફેલાતી અટકાવી સફળતાપૂર્વક બુઝાવવામાં આવી હતી. સામાન્‍ય આગના જણાતા બંને બનાવમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય નહીં તે માટે ફાયર એન્‍ડ ઈમરજન્‍સી સર્વિસીસ વિભાગ દ્વારા તાત્‍કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી

(1:25 PM IST)