<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

પોરબંદર જિલ્લામાં ભાજપના સંગઠનાત્‍મક કાર્યક્રમો માટે પ્રભારી ડો. વિમલભાઇએ બેઠકો બોલાવી

ભાજપ મંડલો અને મોરચાના પ્રમુખો, મહામંત્રી પ્રભારી, જિલ્લા પંચાયતના સભ્‍યો તથા સીનીયર આગેવાનો સાથે અલગ અલગ ૭ બેઠકો યોજીને કાર્યક્રમની રૂપરેખા જણાવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૦ : જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્‍ત જીલ્લા ભાજપ પ્રભારી ડો. વિમલભાઈ કગથરા જી એ જીલ્લા ભાજપ ની નવનિયુક્‍ત ટીમ, પોરબંદર જિલ્લામાં આવતા મંડલ અને મોરચા ના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારી સાથે બેઠક,પૂર્વ જીલ્લા ભાજપ સંગઠન સાથે બેઠક, જીલ્લા પંચાયત ના સભ્‍યો સાથે બેઠક, સિનિયર આગેવાનો સાથે પરિચય બેઠક એમ કુલ ૭ જેટલી વિવધ બેઠકો લીધી અને આગામી દિવસોમાં સંગઠનાત્‍મક કાર્યક્રમો અને કરવાના કાર્યોની રૂપરેખા ની માહિતી આપી, આ બેઠકોમાં માન. કેબીનેટ મંત્રી અને ધારાસભ્‍ય પોરબંદર  અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી  પ્રવિણભાઇ ખોરાવા, પ્રવિણભાઇ ઓડેદરા અને રાજેશભાઇ કરગટીયા, જીલ્લા ઉપપ્રમુખ  કપીલભાઇ કોટેચા,  કેતનભાઈ દાણી,  મીતાબેન થાનકી, સવિતાબેન કુહાડા, મનીષભાઈ જેઠવા, દિનેશભાઈ ચુડાસમા, જીલ્લા મંત્રી  વનીતાબેન સોલંકી,  વિનુભાઈ ડાંગર,  લક્કીરાજ્‍સિંહ વાળા,  કિરીટભાઈ બાપોદરા, ધર્મેન્‍દ્રસિંહ જેઠવા, મસરીભાઈ ખુંટી કોષાધ્‍યક્ષ  વિપુલભાઈ વાજા ઉપસ્‍થિત રહ્યા.

જીલ્લા ના વિવિધ મંડલમાંથી  શહેર મહામંત્રી  નીલેશભાઈ બાપોદરા, નરેન્‍દ્રભાઈ કાણકિયા,  તાલુકા મહામંત્રી  લીલાભાઈ પરમાર,  લખુભાઈ કારાવદરા, રાણાવાવ શહેર મહામંત્રી  કૌશિકભાઈ વ્‍યાસ,  સુનીલભાઈ ચૌહાણ, રાણાવાવ તાલુકા ભાજપ મહામંત્રી  પ્રભુદાસભાઈ ગોંડલીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

કુતિયાણા શહેર ભાજપ પ્રમુખ  માલદેભાઈ ઓડેદરા, મહામંત્રી  અનિલભાઈ ખરા, કુતિયાણા તાલુકા પ્રમુખ  લીલાભાઈ રાવલીયા,મહામંત્રી  ભનુભાઈ ઓડેદરા,ભરતભાઈ વઢીયા, યુવા મોરચા પ્રમુખ  હર્ષભાઈ ગોહેલ મહામંત્રી   લખુભાઈ કારાવદરા, મહિલા મોરચા પ્રમુખ  ખ્‍યાતીબેન લોઢારી, મહામંત્રી  વર્ષાબેન કારાવદરા,કીર્તીબાલા પુરોહિત, કિશાન મોરચા પ્રમુખ  ભીમભાઇ ઓડેદરા, મહામંત્રી  નીલેશભાઈ ખુંટી,કેશુભાઈ ઓડેદરા, અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ  કિરીટભાઈ સાદિયા, મહામંત્રી  માધવજીભાઈ મકવાણા, માલદેભાઈ લીંબોલા, બક્ષીપંચ મોરચા મહામંત્રી  સુરેશભાઈ સીકોત્રા,વિશાલભાઈ મઢવી, લઘુમતી મોરચા પ્રમુખ  હસનભાઈ મન્‍સૂરી, મહામંત્રી  ગુલામનબી સૈયદ ઉપસ્‍થિત રહ્યા હતા. 

સીનીયર આગેવાનો  રામદેવભાઈ મોઢવાડિયા,  રાજશીભાઇ પરમાર, નાથાલાલ ઠકરાર, વિજયભાઈ થાનકી, નીલેશભાઈ ઓડેદરા, અરજનભાઈ ભૂતિયા, કિરીટભાઈ મોઢવાડિયા, ગોગનભાઈ મોરી, પંકજભાઈ મજીઠીયા, સુનીલભાઈ ગોહેલ, ભીખુભાઈ ગોસ્‍વામી, ચંદ્રેશભાઈ સામાણી, ભરતભાઈ મોદી, દીપકભાઈ જુંગી, હિતેશભાઈ ઠકરાર, લલીતભાઈ કોટેચા, કેશુભાઈ ઓડેદરા, કાંતીભાઈ કાણકિયા, ભુરાભાઈ કેશવાલા, અરજનભાઈ કારાવદરા, કમલેશભાઈ થાનકી, હર્ષિતભાઈ શિયાળ, રામભાઈ ઓડેદરા, અરભમભાઈ પરમાર તથા આખરી બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, કારૂભાઇ ભુવા,આવડાભાઈ ઓડેદરા,ભુરાભાઈ કેશવાલા,ગોપાલભાઈ કોઠારી,રમેશભાઈ ઓડેદરા, કનકલતાબેન પરમાર ઉપસ્‍થિત રહ્યા હતાં

(12:26 PM IST)