News of Tuesday, 10th March 2026
જાફરાબાદના નવી જીકાદ્રી ગામે યુવાન ઉપર હુમલો
મોટાભાઇ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સભ્ય તરીકે ચુંટાયાનું મન દુઃખ રાખી : કારની પાછળ કુહાડી મારી કાચ તોડી નૂકશાન

અમરેલી, તા.૧૦: જાફરાબાદ તાલુકાના નવી જીકાદ્રી ગામે ભાવેશભાઇ બાલાભાઈ વરૂ ઉ.વ.૩૮ના મોટાભાઇ ભરતભાઇ વરૂ ગત ગ્રામ પંચાયતની ચુંટણીમાં સભ્ય તરીકે ચુંટાયેલ હોય. જેનું રામ નાગભાઇ વરૂ, આલકુરામભાઇ વરૂ, હરદીપ આલકુભાઈ વરૂ, મહીપત મંગળુભાઈ વરૂ, ભરત મંગળુભાઈ વરૂ, મનુ અમરૂભાઈ વરૂએ મનદુઃખ રાખી ભાવેશભાઈના ભાઈ ભરતભાઈ વરૂ વાડીએથી ઘરે આવતા હતા. એ વખતે ગામમાં ચોક પાસે આવતા રામે ભરતભાઇને ગાળો આપેલ હોય. જેથી ભાવેશભાઈએ ત્યા આવી રામને સમજાવીએ ઘરે મોકલી દીધેલ હોય. બાદ તમામ આરોપીઓ ગામના ચોક પાસે ભેગા થઈ ભાવેશભાઈ તથા ભરતભાઈને ગાળો બોલતા હોય. જેથી ભાવેશભાઈ ઘરેથી ત્યા જઇ ગાલો બોલવાની ના પાડતા આરોપીઓએ ભેગા મળી આલકુએ ઉશ્કેરાઇને તેના હાથમાં રહેલ ભાલાનો ઘા ભાવેશભાઈ ઉપર કરતા ભાલુ પકડી લીધેલ એ વખતે મહીપતે તેના હાથમાં રહેલ કુહાડીનો એક ઘા ભાવેશભાઇના માથાના ઉપરના ભાગે મારી ટાંકો લાવી ઇજા કરી રામ વરૂએ લોખંડની ટી વડે માથામાં જમણી બાજુના ભાગે મારમારી ગાળો બોલી શરીરે આડેધડ મારમારી મુંઢ ઇજાઓ કરી ગાળો બોલી તને આજે તો પતાવી જ દેવો છે. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી મહીપત વરૂએ લાલભાઈ બોરીચાની ફોરવ્હીલ કારના પાછળના ભાગે કુહાડીના ઘા મારી કાચ તોડી નાખી નુકશાન કરી ગુન્હો કર્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
રાજુલાના હિંડોરણા ગામે બાઇક ચોરાયું
હિંડોરણા ગામે રાધીકા હોટલની નીચેથી નવા આગરીયા ગામના આણંદભાઈ ગોબરભાઈ લાભકાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર જી.જે. ૧૧ એ.જી.૮૧૩પ રૂ,૨૦,૦૦૦ની કીંમતનું કોઈ ચોરી ગયાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
