તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
સંત્પ્રેમ-સંતવાણી પ્રેમએ મેઘાણીભાઇના રૂચિ- પ્રિતીના કેન્દ્ર હતાઃ પૂ. મોરારીબાપુ
બગસરામાં આયોજીત ‘‘માનસ મેઘાણી'' શ્રી રામકથામાં ઉમટતા ભાવિકોઃ આજે શ્રી રામકથાનો ચોથો દિવસ

રાજકોટઃ તા.૧૦, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીના પરમ સ્મરણમાં કવિની પૈતૃક ભૂમિ બગસરાની ધરતી પર પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ મેઘાણી' ગઇકાલે બીજા દિવસના પડાવ પર પહોંચી હતી.-કથાનો પ્રેમસંવાદ આગળ લઇ જતા પ્રિય બાપુએ કહયું કે- મેઘાણીભાઇ બહુ મુખી પ્રતિભમાના ઘણી હતા તેમની રૂચિ અને પ્રિતીના કેન્દ્રો કયા કયા સૌપ્રથમ મને જે દેખાયું તે કુટુંબપ્રિતી મેઘાણીમાં કોઇપણ સ્થિતી-પરિસ્થિતિમાં એની કુટુંબપ્રિતી ભરપુર દૃષ્ટિગોચર થાય છે. જેણે પરિવારને પ્રેમ નથી કર્યો એ રાષ્ટ્ર કે વિશ્વની પ્રેમયાત્રા ન કરી શકે મેઘાણીભાઇનું બીજું કેન્દ્ર એટલે રાષ્ટ્રપિતી, સ્વતંત્ર્ય પ્રેમ,, ચારણી સાહિત્ય-વિદ્યાપ્રેમ, ચારણોની સભામાં જયારે મેઘાણીભાઅઇએ ગીતો ગાયા પ્રવચન આપ્યુ ત્યારે સૌ ચારણો સ્તબ્ધ થઇ ગયા અને બોલ્યા કે,કળયુગ આવી ગ્યો છે ! કેમકે એક વાણિયો બોલે અને ચારણો સાંભળે! ત્યારે મેઘાણીભાઇએ ખૂબ નમ્રતાથી બોલ્યા કે-બાપુ આ તમારી પાસેથી જ લીધુ છે, હું તો માત્ર ટપાલી છું, ટપાલી કામ કરૂ છું આ હતી મેઘાણીભાઇની ચારણ વિદ્યા-ચારણ સાહિત્ય તરફની પ્રિતી સાહિત્યમાં ગીતો, પ્રસંગો, ઘટનાઓ, વાર્તાપ્રેમ,નાટક પ્રેમ, બાળ સાહિત્ય તરફનો પ્રેમ મેઘાણીભાઇએ બાળ સાહિત્ય પણ આલેખ્યુ છે. એમની પાસેથી બાળગીતો, જોડકણા પણ મળે છે. લોકસંગીત અને રવિન્દ્રસંગીત આ બન્ને પરંપરાનો મેઘાણીજીમાં સમન્વય જોવા મળે છે.
પત્રકારત્વ, સંપાદન, સામાજીક નવલકથાઓ અને મેઘાણીભાઇનો યાત્રપ્રેમ આવું બહુઆયામી વ્યકિતત્વ મેઘાણીજીનું હતું પત્રકાર કેવો હોવો જોઇએ? મેઘાણી પત્રકારના ચર ગુણો લક્ષણો જણાવે છે. કે પત્રકારમાં ખુમારી હોવી જોઇએ, પત્રકારમાં નમ્રતા પણ હોવી જોઇએ, પત્રકારત્વ કદી સતા-સંપતિની સહેમાં ન આવવું જોઇએ અને પત્રકારે કદી કોઇની ખોટી પ્રશંસા ન કરવી જોઇએ અને કારણ વગરનો વિવાદ ન કરવો જોઇએ.
સત્પ્રેમ અને સંતવાણી પ્રેમ એ મેઘાણીભાઇની રૂચિ અને પ્રિતીમા કેન્દ્રો છે સંતવાણી-ભજનવાણી ક્ષેત્રે સંપ્રાદન ક્ષેત્ે ખુબ મોટું કામ એમણે કર્યું છે. કલકતા ગયાં, રવિન્દ્રનાથ રવિન્દ્રસંગીત, બંગાળી સાહિત્ય વગેરે ક્ષેત્રોમાં પણ મેઘાણીજી વિસ્તર્યા -ફર્યાં છે એક વખત બંગાળીના સર્જક નંદલાલ બોઝે મેઘાણીભાઇને સાંભળીને કહ્યું કે, મેઘાણીભાઇ, તમે જે સાહિત્ય-ગીતો-લોકસંગીતની વાત કરી એવું બંગાળી સાહિત્યમાં કયાંય નથી? તમારા સાહિત્યમાં જે રાષ્ટ્રપ્રેમ-રાષ્ટ્રપિતી છે એવી અમારા સાહિત્યમાં નથી. મેઘાણીરૂપ સમદ્રનું બીજું રતન એટલે સેંજલળયા-કણબી-પટેલને ત્યાં ઉછરેલ છે અને પછી વેલાબાવો કલમમાંથી પ્રગટ થયેલ વેલોબાવો- રૂખડ બાવાનું ચરિત્ર સજળ નેત્રે વેલાબાવાની કથા પ્રિય બાપુએ સૌને કહી હતી અને પ્રિય બાપુ કહે છે કે આ મેઘાણીભાઇએ લખ્યું છે પણ પ્રસ્તુતિ મારી છે. મારી તલગજરડા દૃષ્ટિએ વેલોબાવો રૂખડ બાવો એ મેઘાણીભાઇએ આપેલું બીજુ રત્ન છે. સતદેવીદાસ-અમરમા એની વાત આપણે કરી ગયાં એ પ્રથમ રત્નછે ‘રૂખડ બાવાનું હળવો હળવો હાલ્ય જો એવા ગરવાને માથે રે રૂખડિયા ઝબુંળિયો..., આ રૂખડપદમાં સાધુ સંહિતાસમાયેલી છે. (મનોજ જોશી‘‘મજો'' રાજકોટ મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫)
પીએચ.ડી. એટલે શું
રાજકોટઃ તા.૧૦, પૂ. મોરારીબાપુને કોઇએ પૂછેલું કે તમે પીએચ.ડી. કેમ ન કર્યું? બાપુએ PH.D.નો અર્થ -તળગામડી અર્થ કહેતા કહયું કે P-એટલે પર્સનલ, H- એટલે હેપ્પીનેસ
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
