હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 10th March 2026
તાલાલાના માધુપુર નજીક એસટી બસ પાછળ કાર ધડાકાભેર અથડાઈ
કારનો આગળનો ભાગ બસની પાછળના હિસ્સામાં ફસાઈ ગયો: કારચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા

ગીર સોમનાથના તાલાલાના માધુપુર ગામ પાસે માર્ગ પર પસાર થઈ રહેલી એસટી બસની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ બસની પાછળના હિસ્સામાં ફસાઈ ગયો હતો. ટક્કરને કારણે થયેલા જોરદાર અવાજને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં કારચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે લોહીલુહાણ થઈ ગયો હતો.
ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તાલાળાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ તાલાલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને અકસ્માત કયા કારણોસર સર્જાયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
