<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

મોરબી ઝોનમાં ધોરણ ૧ર ની બોર્ડ પરીક્ષામાં કુલ ૪૭વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા.

મોરબી ઝોનના ઝોનલ અધિકારી દ્વારા આ આંકડાઓ સત્તાવાર રીતે પૂરા પાડવામાં આવ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી ઝોન-૫૧ માં ચાલી રહેલી ધોરણ ૧૨ (HSC) ની બોર્ડ પરીક્ષામાં તારીખ ૧૦-03-૨૦૨૬ ના રોજ લેવાયેલા પેપરની હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યાની વિગતો સામે આવી છે. મોરબી ઝોનના ઝોનલ અધિકારી દ્વારા આ આંકડાઓ સત્તાવાર રીતે પૂરા પાડવામાં આવ્યા છે.

ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે લેવાયેલા ગુજરાતી પ્રથમ ભાષાના (FL -1) પેપરમાં કુલ ૬૪પ૯ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી ૬૪૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૪૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે લેવાયેલા અંગ્રેજી પ્રથમ ભાષાના (FL - 6) પેપરમાં કુલ રરર વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી ર૧૯ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને ૩ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.

(10:57 PM IST)