News of Wednesday, 11th March 2026
મોરબી જિલ્લા પંચાયતની વર્તમાન બોડીને છેલ્લી સામાન્ય સભામાં હેતુફેર
સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી માટે અટકેલા 3.14 કરોડના કામોને બહાલી અપાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની મુદત આગામી દિવસોમાં પૂર્ણ થઈ રહી છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકની અંદર હેતુફેર તેમજ સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરીના કામને બહાલી આપવામાં આવી હતી
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા પંચાયત કચેરીના સભાખંડની અંદર ખાસ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ડીડીઓ સહિતના અધિકારીઓ તથા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા કુલ મળીને 24 સભ્યો પૈકીના પ્રમુખ સહિતના 13 જેટલા સભ્યો હાજર રહ્યા હતા અને આ બેઠકમાં અન્ય કોઈ ખાસ એજન્ડા કે કોઈપણ સભ્ય તરફથી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા ન હતા જેથી ગણતરીની મિનિટોમાં જ આ સામાન્ય સભા પૂર્ણ થઈ ગઈ હતી જોકે, આ બેઠકમાં ખાસ કરીને સ્વભંડોળ અને રેતી રોયલ્ટી હેઠળ જે કામો અગાઉ મંજૂર કરવામાં આવ્યા હોય પરંતુ વહીવટી કે સૈદ્ધાંતિક મંજૂરી આપવાની બાકી હોય તો તે કામોને મંજૂરી આપવા માટેના એજન્ડા લેવામાં આવ્યા હતા જેમાં 22 લાખના હેતુફેરના કામ. 1 કરોડના જુદા જુદા વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અને 1.92 કરોડના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓની જૂની બોલેરો ગાડીનું આયુષ્ય પૂર્ણ થઈ ગયેલ હોય તેને કંડમ કરવાના એજન્ટાને પણ બહાલી આપવામાં આવી હતી
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
