News of Wednesday, 11th March 2026
જામનગરમાં અફવા ઉડી કે પેટ્રોલ-ડીઝલની આવક બંધ થઈ જશે : પેટ્રોલ પંપ ઉપર વાહનચાલકોની લાઈનો લાગી : જુઓ વિડીયો
અમુક પેટ્રોલ પંપમાં તો સ્ટોક પણ ખાલી થઈ ગયો હતો અને તે પેટ્રોલ પંપ રાત્રે બંધ થઈ ગયા : આ માત્ર અફવા છે અને કોઈ અછત ઊભી થવાની સંભાવના નથી તેવું જાહેર થતાં લોકોએ હાશકારો અનુભવ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧: જામનગરમાં ગઈકાલે પબ્લિકમાં એવી અફવા ઉડી હતી કે પેટ્રોલ અને ડીઝલની આવક બંધ થઈ જવાની છે. જેથી ગતરાત્રિના જામનગરવાસીઓ પેટ્રોલ પંપ ઉપર ભીડ જમા કરી પેટ્રોલનો સ્ટોક ખાલી કરવામાં લાગ્યા હતા અમુક પેટ્રોલ પંપમાં તો ખાલી પણ થઈ ગયો હતો અને તે પેટ્રોલ પંપ રાત્રે બંધ થઈ ગયા હતા.
આ અંગે સત્તાવાર માહિતી મેળવતા આ માત્ર અફવા છે અને કોઈ અછત ઊભી થવાની સંભાવના નથી એવું જાણવા મળ્યું હતું.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
