હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેવભૂમિ દ્વારકા-જામનગર જીલ્લાના પત્રકારોએ પૂનમબેન માડમ સાથે દિલ્હી સંસદની મુલાકાત લીધી
અમિતભાઇ શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓનું સંસદમાં પ્રવચન નિહાળ્યુઃ દિલ્હીના મહત્વના સ્થળો પણ નિહાળ્યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૧ :.. દેવભૂમિ દ્વારકા તથા જામનગર હાલારના પત્રકારોએ બે દિવસ દિલ્હી પ્રવાસ સાથે સંસદ ભવનની મુલાકાત લઇને લોકશાહીના મૂલ્યોને નજીકથી સમજવાનો અને ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસના સ્થળને સાક્ષી ગૌરવની લાગણી અનુભવવાનો પ્રયાસ કર્યો હતો.
હાલારના ગામોમાંથી ખાસ બસોમાં અમદાવાદ અને ત્યાંથી હવાઇ મુસાફરી કરીને દિલ્હી પહોંચાડીને પત્રકારોએ દિલ્હી સંસદ ભવનની ગેલેરીમાં ફરતા અને ત્યાં બેસીને આ ઐતિહાસીક સ્થળની સ્મૃતિ મનમાં ભરી હતી. પત્રકારોએ ચાલુ સંસદમાં કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ વિ. ના સંસદમાં વાર્તાલાપો નિહાળ્યા હતા તથા ગૌરવ ક્ષણો માણી હતી.
જૂની સંસદ ભવન તથા નવી સંસદ ભવન બન્ને ઐતિહાસિક સ્થળો જયાં ભારતનું ભવ્ય બંધારણ ઘડાયું હતું તે પણ સ્થળો સાથે દિલ્હીના મહત્વના સ્થળો પર પણ મુલાકાત લીધી હતી.
હાલારના કેટલાયે પત્રકારોએ પ્રથમ વખત જ પ્લેનની તથા રાજધાની ટ્રેનની સફરની મઝા માણી હતી.
દ્વારકાના પત્રકારો પરબતભાઇ ગઢવી, કૌશલભાઇ સવજાણી, રાજૂભાઇ જોશી, જયસુખભાઇ મોદી, આનંદ લાલ, સુભાષ સીંગ, દિનેશ વિઠલાણી, જય ગૌસ્વામી, નીલેશભાઇ કાનાણી, જામનગરના જગત રાવલ, ભરત રાવલ, માણેકભાઇ વિ. પણ જોડાયા હતાં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
