<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

અમરેલીના ધારીના માણાવાવ ગામે 5 વર્ષનાં બાળકનો શિકાર કરનાર સિંહણ પાંજરે પુરાઇ

અંતે સિંહણને પાંજરે પુરવામાં સફળતા મળતા સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો

અમરેલી જિલ્લામાં ધારી તાલુકાના માણાવાવ ગામે એક સિંહણે ૫ વર્ષના બાળક પર હુમલો કરી તેને ઢસડીને દૂર લઈ જઈ શિકાર કર્યો હતો. ખેતમજૂર પરિવારના આ બાળકનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ વનવિભાગ સક્રિય બન્યો હતો અને ઉપ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ સિંહણને પકડવા માટે ત્રણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. 

  સરસિયા વિસ્તારના રેન્જ વન અધિકારી સહિત વનવિભાગની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી અને અલગ અલગ વિસ્તારોમાં તાત્કાલિક પાંજરા મુકવામાં આવ્યા હતા. અંતે સિંહણને પાંજરે પુરવામાં સફળતા મળતા સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.

(11:36 AM IST)