News of Wednesday, 11th March 2026
મોરબીમાં કાસીમ શાહદાર પર પત્નિ, સાસુ અને સાળાનો છરી-ઇંટથી હુમલો
બે દિવસથી રિસામણે ગયેલી પત્નિએ ભાઇ, સાસુ સાથે રાતે ઘરે આવી ધમાલ મચાવીઃ યુવાન રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૧: મોરબીમાં રહેતાં યુવાન પર તેના જ પત્નિ, સાસુ અને સાળાએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તેમજ છરી, પથ્થરથી ઇજાઓ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.
જાણવા મળ્યા મુજબ મોરબીમાં નવલખી રોડ પર સેન્ટમેરી સ્કૂલ પાસે રણછોડનગરમાં બંસી પાનવાળી શેરીમાં રહેતાં કાસીમ બોદુભાઇ શાહમદાર (ઉ.વ.૩૦) પર રાતે બારેક વાગ્યે પોતાના ઘર બહાર હતો ત્યારે નજીકમાં જ રહેતાં સાળા અનવર, સાસુ નુરજંહાબેન અને પત્નિ શાયરાએ હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં મોરબી સારવાર લઇ રાજકોટ દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી.કાસીમ શાહમદારે વધુમાં કહ્યું હતું કે બે દિવસ પહેલા પત્નિ શાયરા સાથે ઝઘડો થતાં તે નજીકમાં જ રહેતાં તેના માતા-ભાઇના ઘરે જતી રહી હતી. હું રાતે મારા ગેરેજથી મારા ઘરે પહોંચ્યો ત્યારે મારો સાળો, સાસુ, પત્નિ ઘર બહાર ઉભો હોઇ તે તાળા તોડી સામાન લઇ જવા આવ્યાનું મને જણાતાં મેં તેને સમજાવતાં પતિનએ મને પકડી લીધો હતો, સાળાએ માથામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો અને સાસુએ મને છાતી પર ઇંટ ફટકારી દીધી હતી. દેકારો થતાં આ બધા ભાગી ગયા હતાં. મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
