તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિ અથવા જુનાગઢ રેન્જ છોડી દેઃ સોમનાથ દાદાના દર્શન કરી નવી ફરજનો ચાર્જ સંભાળતા ડીઆઇજી રાજેન્દ્રસિંહ ચુડાસમા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૧: જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મહાદેવના દર્શન કરી જૂનાગઢ રેન્જના ડીઆઈજી આર.વી. ચુડાસમાએ નવી જવાબદારીનો પ્રારંભ કરી ગુનેગારો ગુનાહિત પ્રવળત્તિ અથવા જુનાગઢ રેન્જ છોડી દે એવી કડક ચેતવણી આપી હતી.
જુનાગઢ રેન્જના વડાનો ચાર્જ સાંભળ્યા બાદ આર. વી. ચુડાસમાએ જણાવ્યું હતું કે, સોરઠની ભૂમિ સાથે તેમનો ભાવનાત્મક સંબંધ રહ્યો છે. તેમની પોલીસ કારકિર્દી દરમિયાન ડીવાયએસપી અને એસપી તરીકેના મહત્વના પોસ્ટિંગ સોમનાથ વિસ્તારમાં રહ્યા હતા. જેના કારણે આ વિસ્તાર અને અહીંની પ્રજાની ભાવના સાથે તેઓ નજીકથી પરિચિત છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત પોલીસ હંમેશા પ્રજાની સેવા, સુરક્ષા, શાંતિ માટે પ્રતિબદ્ધ રહી છે. કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે તે માટે જૂનાગઢ રેન્જના તમામ જિલ્લાઓમાં પોલીસ તંત્ર સતત સક્રિય રહેશે. ગુનાખોરીને કાબૂમાં રાખવા માટે આધુનિક ટેકનોલોજી અને સઘન પોલીસિંગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું હતું કે પોલીસ માત્ર કાયદાની અમલવારી માટે જ નથી, પરંતુ પ્રજા સાથે મિત્રતાભર્યો સંબંધ સ્થાપિત કરી સુરક્ષિત સમાજ બનાવવાનો પણ પ્રયાસ કરે છે. ‘પોલીસ પ્રજાની મિત્ર છે, પરંતુ સુરક્ષા જાળવવા માટે પ્રજાનો સહકાર પણ એટલો જ જરૂરી છે' એમ તેમણે જણાવ્યું હતું.
તેઓએ ગુનાહિત તત્વોને કડક ચેતવણી આપતા કહ્યું કે, જૂનાગઢ રેન્જ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવળત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. ગુનેગારોને તેમની પ્રવળત્તિ છોડવા માટે સૂચના આપતા તેમણે જણાવ્યું કે જો કોઈ ગુનાહિત પ્રવળત્તિમાં સંડોવાયેલું મળશે તો કાયદાની કડક કાર્યવાહી કરવામાં આવશે. જરૂરી હોય તો આવા તત્વોને રેન્જ વિસ્તાર છોડવા માટે પણ મજબૂર થવું પડશે
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
