<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

માનસ મેઘાણી રામકથામાં પૂ.મોરારિબાપુના હસ્‍તે મેઘાણીગાથા સચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન

ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂપતું પ્રદર્શનની ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી દ્વારા પરિકલ્‍પના-આલેખનઃ મેઘાણી વંદના (સ્‍વરાંજલિ)માં ખ્‍યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, ભારતીબેન વ્‍યાસ અને રાધાબેન વ્‍યાસએ ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવીને સહુને ડોલાવી દીધા

રાજકોટ, તા. ૧૧ : મહાત્‍મા ગાંધીએ જેમને રાષ્‍ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સાહિત્‍યકાર, લોકસાહિત્‍યના સંશોધક, પત્રકાર અને સ્‍વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીની પુણ્‍યસ્‍મળતિમાં એમના વડવાઓના વતન બગસરા (જિ. અમરેલી) ખાતે ૦૭થી ૧૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન વિશ્વવંદનીય પૂ. મોરારિબાપુના શ્રીમુખે દિવ્‍ય અને ભવ્‍ય માનસ મેઘાણી રામકથા થયું છે.

આ અવસરે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા પરિકલ્‍પિત-આલેખિત ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂપતું રસપ્રદ, માહિતીસભર, અધિકળત સચિત્ર પ્રદર્શન મેઘાણીગાથાનું પૂ. મોરારિબાપુના હસ્‍તે ઉદઘાટન કરવામાં આવ્‍યું. પૂ. મોરારિબાપુએ પ્રદર્શનને રસપૂર્વક નિહાળીને, રાજીપો વ્‍યક્‍ત કરીને, પિનાકી મેઘાણીને આશીર્વાદ આપ્‍યા હતા.

ઝવેરચંદ મેઘાણીના પરિવારમાંથી પુત્ર અશોકભાઈ મેઘાણી (અમેરિકા), પૌત્રી મંજરીબેન મેઘાણી (અમદાવાદ) અને પ્રપૌત્ર યશભાઈ મેઘાણી (ભાવનગર) ઉપરાંત ભારત સરકારના ઈફ્‌કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, રાજકોટ લોકસભા સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્‍ય જે. વી. કાકડીયા, સાવરકુંડલાના ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા, ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, કથાના મનોરથી હર્ષાબા ગોહિલ અને પરિવાર, લવકુભાઈ વાળા (હાલરીયા), સ્‍વાતંત્ર્ય-સેનાની વજુભાઈ-જયાબેન શાહના પુત્ર અને વૈજ્ઞાનિક ડો. અક્ષયભાઈ શાહ (અમેરિકા), સ્‍વાતંત્ર્ય-સેનાની મણિલાલ કોઠારીના દોહિત્રી અનારબેન શાહ (અમેરિકા), ગુજરાત રાજ્‍ય ખાદી ગ્રામોદ્યોગ સંઘના ચેરમેન પરાગભાઈ ત્રિવેદી, ચોટીલાથી શિક્ષણ-જગતના કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા અને ઉગ્રસેનસિંહ ગોહિલ, બ્રીજભાઈ ઠક્કર (દિલ્‍હી), વાલજીભાઈ પિત્રોડા (રાજકોટ), જૈન અગ્રણીઓ ભરતભાઈ સોમાણી તથા જૂનાગઢથી કિરીટભાઈ સંઘવી, પ્રો. વી. એસ. દામાણી અને પ્રફુલભાઈ શેઠ, શિવા ગળપના નિતેષભાઈ ડોડીયાની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. 

ગુર્જર સાહિત્‍ય પ્રકાશન (અમદાવાદ) દ્વારા સમગ્ર મેઘાણી-સાહિત્‍યનું પ્રદર્શન તથા ૨પ ટકા વિશેષ વળતરે વેચાણની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. 

ઝવેરચંદ મેઘાણીની ૭૯મી પુણ્‍યતિથિની પૂર્વ-સંધ્‍યાએ પૂ. મોરારિબાપુની પાવન નિશ્રામાં આયોજિત મેઘાણી વંદના (સ્‍વરાંજલિ)માં ખ્‍યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, ભારતીબેન વ્‍યાસ અને રાધાબેન વ્‍યાસએ ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવીને વિશાળ માનવ મેદનીને ડોલાવી દીધી હતી.  (૯.૧૩)

આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી 

ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન 

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯) 

 

(11:25 AM IST)