તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 11th March 2026
ભાયાવદરઃ વ્યાજખોરે ૩૦ હજારના બદલામાં ૪.પ૦ લાખના સોનાના દાગીના પડાવી લીધા
પડવલા ગામના આઘેડની ફરીયાદ ઉપરથી ભાયાવદર પોલીસે રાજકોટના વ્યાજખોર નિલેશ મકવાણાની ધરપકડ કરીઃ રીમાન્ડ ઉપર

રાજકોટ, તા. ૧૧: ભાયાવદરના પડવલા ગામના આઘેડને ૩૦ હજાર વ્યાજે આપી તેના બદલામાં ૪.પ૦ લાખના દાગીના પડાવી લેનાર વ્યાજખોરની ભાયાવદર પોલીસે ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ અશોકભાઇ ગેલાભાઇ કાકરીયા ઉ.વ. ૪પ ધંધો મજુરી, રહે. પડવલા ગામ,આંબેડકર ચોક, તા. ઉપલેટા એ આરોપી નીલેશ નાનાલાલ મકવાણા રહે. મુળ ભતવા શેરી ભાયાવદર હાલ રહે. રાજકોટ સામે ભાયાવદર પોલીસમાં ફરીયાદ કરી હતી. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ગેરકાયદેસર રીતે ફરીયાદીની દોઢ તોલાની સોનાની કુલ ચાર વીટી ગીરવે રાખી ફરીયાદીને ઉંચા વ્યાજે રૂપિયા ૩૦,૦૦૦ આપી તેની પઠાણી ઉઘરાણી કરી અને ફરીયાદને જીવતા નહી રહેવા દેવાની અને વ્યાજનું પણ વ્યાજ લેવાની ધમકી આપી હતી. ફરીયાદી પાસેથી બે તોલાની સોનાની લકકી બળજબરીથી કઢવી લઇ કુલ સાડા ત્રણ તોલાના સોનાના દાગીના જેની હાલની બજાર કિંમત ૪,પ૦,૦૦૦ (સાડા ચાર લાખ) જેટલી ગણાય તે પરત આપ્યા ન હતા.
આ ફરીયાદ અન્વયે ભાયાવદર પોલીસે ગુન્હો દાખલ કરી પી.આઇ. વી.સી. પરમાર તથા સ્ટાફે વ્યાજખોર નિલેશ નાનાલાલ મકવાણાને ગણત્રીના કલાકોમાં જ પકડી પાડી ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બેદિ'ના રીમાન્ડ ઉપર સોપવા હુકમ કર્યો હતો.
આ કાર્યવાહી ભાયાવદર પો.સ્ટે.ના પીએસઆઇ ડી.એચ. રાખોલીયા, એએસઆઇ શકિતસિંહ વનરાજસિંહ જાડેજા, દિનેશભાઇ નટવરલાલ ગોહિલ, યુએચસી રણજીતભાઇ બળદેવસિંહ જાડેજા, કુલદિપસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા, સત્યપાલસિંહ બળદેવસિંહ જાડેજા, હિમાંશુભાઇ દેવાભાઇ હુણ તથા યુએલઆર અજયભાઇ બાબુભાઇ સોરઠીયા સહિતના સ્ટાફે કરી હતી
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
