News of Wednesday, 11th March 2026
પોરબંદરના ભદ્રકાલી રેલવે ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવાનું સગવડ ભર્યુ નથીઃ વેપારીઓનો વિરોધ
બ્રીજ બનાવવાને બદલે સરકારી પડતર જમીનનો અન્ય હેતુના ઉપયોગ માટે ફેરવિચારણા કરવા માંગણીઃ ૭૦૦ વર્ષ જુની શાકમાર્કેટના ધંધાર્થીઓ અને વેપારીઓની રોજગારી ઉપર તોળાતું જોખમઃ રેલ્વે તંત્રને રજુઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા. ૧૧, મહાનગરપાલિકાની હદમાં આવેલા હનુમાનગુફા પોલીસ સ્ટેશનથી જયુબેલી પુલ વચ્ચે આવેલા ભદ્રકાલી ફાટક તરીકે ઓળખાતા રેલ્વે ક્રોસીંગ ઉપર ભવિષ્યમાં ઓવરબ્રીજ કે અંડર પાસ બનાવવાના બદલે રેલવ્ે યાર્ડ ધરમપુરમાં સરકારી પડતર જગ્યાનો ઉપયોગ કરી વીચારણ કરવા બાબત તથા ભવિષ્યમાં આયોજન થનાર ઓવરબ્રિજ તેમજ અંડર પાસ વેપારીઓને નુકશાન લાગુ પાડનાર તમામ વેપારી તથા રહેવાસીઓએ વીરોધપ્રવાંધા દર્શાવીને રેલ્વેતંત્રમાં રજુઆત કરી છે.
વેપારીઓ તથા સોસાયટીના લોકો વતી રાજેશભાઇ જેશંકરભાઇ દવેએ રેલવે તંત્રને રજુઆતમાં જણાવેલ કે,
હનુમાનગુફા થી જયુબેલી પુલ વચ્ચે આવતા ભદ્રકાલી મંદીર આળખાં પાસે ના રેલ્વે કોસીંગ ફાટક તરીકે ઓળખાતી જગ્યા ઉપર છેલ્લા ઘણા સમય થી પ્રશાસન દ્વારા એવી જાહેરાત કરી રહી છે. તેવું મળતા સમાચારો માં એવુ જાણવા મળી રહીયુ છે કે આ ભદ્રકાલી ફાટક ઉપર રેલ્વેતંત્ર ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ટુંક સમયમાં ચાલુ કરવાના છે. અને આ અંગે જગ્યા ની માપણી તેમજ જગ્યા ઉપર પાણીના બોર જેવી પ્રક્રિયા ઓ કરી અને જમીન ની ચકાસણી શરૂ કરી દેવામા આવેલી છે. તે રીતે ઓવરબ્રિજ પુલ બનાવવાની કામગીરી ની શરૂઆત ચાલુ થઈ ગયેલ છે. અને બજેટ માં જોગવાઈ કરવામાં આવેલ છે અને પ્રશાસન દ્વારા જાણવા મળેલ જાણકારી મુજબ કે પુલ મંજુર કરાવી આપેલ છે અને જલ્દી કામ ચાલુ થઈ જશે અને બની જાશે.
આ ભદ્રકાલી ફાટક માત્ર ને માત્ર રેલ્વે તંત્ર દ્વારા રેલ્વેના ડબ્બા એક બીજા સાથે જોડવા તેમજ બહાર થી આવેલી ટ્રેનો ના ટ્રેક બદલાવવા માટે થઈને વારંવાર ટ્રેન ને બહાર કાઢી અને બીજા માં મુકવા માટે બંધ કરવામા આવે છે. જેની કારણે જેને કાંઈ લેવા દેવા નથી એવી જાહેર જનતા ને આ ટ્રેન ના ફાટક થી તકલીફ થઈ રહી છે. અને ખોટી રજુઆતો ફરીયાદો કરી અને અમારા જેવા સ્થાનીક રહેવાસી અને આ જગ્યા ઉપર છેલ્લા ૭૦ વર્ષો થી વધુ સમય ઘી ધંધો રોજગાર કરતા વેપારીઓ , શાક માર્કેટ તેમજ અન્ય તમામ રોજગારી ધરાવનાર તમામ જનતા ની જીદગી ઉપર કાયમ માટે પણવીરામ મુકાય જાય તેવી પરીસ્થીતી ઓ સર્જાય તેમ છે. તેમ રેલવે તંત્રને રજુઆતમાં જણાવેલ .
રેલ્વેના ટેક બદલાવવા તથા ડબ્બા એક બીજા સાથે જોડવા માટે રેલ્વે દ્વારા ટ્રેન ને જે પોરબંદર રેલ્વે સ્ટેશન થી પુરા એક કીલો મીટર બહાર કાઢવામા મા આવે છે (ફોટોગ્રાફસ અંતર દર્શાવેલ સાથે રજુ રાખેલ છે) અને એના કારણે અલગ અલગ જગ્યા ઉપર ત્રણ રેલ્વે ફાટક બંધ કરવામાં આવે છે જેમા (૧) પી જી વી સી એલ સકૅલ ઓફીસ (૨) ભદ્રકાલી મંદીર ફાટક (૩) ઠકકર પ્લોટ ફાટક આ ત્રણેય રસ્તાઓ પબ્લીક ની આવક જાવક સતત ચાલુ રહેતા રસ્તાઓ છે અને તમામ રસ્તાઓ જેમા પી જી વી સી એલ ઓફીસ રસ્તો માત્ર ૩૦ ફુટ જેટલો અંદાજે પહોળો છે,
બીજો રસ્તો ભદ્રકાલી મંદીર વાળો ૭૦ ફુટ જેટલો પહોળો છે અને ત્રીજો રસ્તો અંદાજે ૩૦ ફુટ જેટલો પહોળો છે. રસ્તાની પહોળાઈ અને પરીસ્થીતી જોતા આ એક પણ રસ્તો ઓવરબ્રિજ કે અંડર પાસ બની શકે તેવી શકયતાઓ ધરાવતો નથી અને ઉડાઈ જોવામાં આવે તો માત્ર ૭ થી ૧૦ ફુટ ની ઉડાઈ માં પાણી આવી જાય છે અને કયારેય ખુટે નહી એટલુ પાણી કાયમ માટે રહે છે.તેમ રેલવે તંત્રને રાજેશભાઇ જેશંકર દવે ભારપૂર્વક જણાવ્યું છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
