News of Wednesday, 11th March 2026
ગોંડલનાં શિવરાજગઢની સમરસ ગ્રામ પંચાયતમાં અસમરસતાઃ ઉપસરપંચ સહિત ચાર સભ્યોનાં રાજીનામાઃ અગાઉ પણ રાજીનામાનો ખેલ પડયો હતો

ગોંડલ તા.૧૧: ગોંડલ તાલુકાનાં શિવરાજગઢ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ સહિત ચાર સભ્યો એ ગ્રામજનો નાં કામ થતા ના હોય નારાજગી સાથે રાજીનામા ધરી દેતા શિવરાજગઢ ગ્રામ પંચાયત ફરી વિવાદ માં સપડાઇ છે.સાત મહીના પહેલા પણ આ મુદ્દે સભ્યો દ્વારા રાજીનામા ની ચીમકી અપાઇ હતી. અને વિવાદ સર્જાયો હતો.હવે ઉપસરપંચ સહિત ચાર સભ્યોએ કોઈ ચીમકી વગર રાજીનામા આપી દેતા ગ્રામ પંચાયતનુ રાજકારણ ચકડોળે ચડ્યુ છે.
શિવરાજગઢનાં ઉપસરપંચ કિરીટભાઈ વોરા,સભ્યો અંકિતાબેન લુણાગરીયા, રશ્મિતાબેન સાકરીયા, ભાનુબેન વોરા તથા જયદીપભાઈ ગોંડલીયાએ હોદાનો ત્યાગ કરી રાજીનામા આપ્યા છે.
રાજીનામાં આપનાર ઉપસરપંચ સહિત સભ્યો એ જણાવ્યું કે શિવરાજગઢ માં રોડ રસ્તા,સફાઈ, ભુગર્ભ સ્ટ્રીટ લાઇટ, બગીચાઓ અંગે અવારનવાર રજુઆતો કરાઇ હતી.રાજ્ય સરકાર દ્વારા મળતા લાભ અંગે પણ ઉદાશિનતા સેવાતી હોય ગ્રામ પંચાયત નું તંત્ર અંધેર બનવા પામ્યુ છે.આવા સંજોગો માં પ્રજાને આપેલા વચનો પુર્ણ કરી શકાતા ના હોય અમારે હોદા પરથી રાજીનામાં આપવા ફરજ બની છે. શિવરાજગઢ ગ્રામ પંચાયતમાં કુલ ૧૩ સભ્ય સંખ્યા છે. હાલ મહિલા સરપંચ મંજુલાબેન માદડીયા છે.વારંવાર અસંતોષ ની જ્વાળા ઉઠતી રહેતી હોય ગ્રામ પંચાયતનું ભાવી ધુંધળુ બન્યુ છે
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
