<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

કાલે સોૈરાષ્‍ટ્રમાં હિટવેવની સ્‍થિતિ યથાવત રહેશે

સ્‍કાયમેટ અનુસાર ૧૫ માર્ચ બાદ દેશના ઘણા ભાગોમાં પ્રીમોન્‍સુન એકિટવ થશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૧: આઇએમડીના વર્તારા અનુસાર આગામી ૧૨ માર્ચ સુધી સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઉષ્‍ણ લહેર અર્થાત હિટવેવની સ્‍થિતિ યથાવત રહેનાર છે. બાદમાં ૧૩ તારીખથી હિટવેવની સ્‍થિતિ બદલાયે તાપમાન થોડુ નીચુ જશે. ૧૪ માર્ચથી નવા વેસ્‍ટર્નનું આગમન થશે. જે  સોૈરાષ્‍ટ્રને તો કંઇ અસર ન કરી શકે પણ અરબસાગરથી પવનો ગુજરાત થઇ ઝડપથી આ નવા ડબલ્‍યુડીમાં ભળશે. પવનોનો આ બદલાવ થવા અંગે સ્‍કાયમેટના વી.પી. મહેશ પલાવત જણાવે છે કે માર્ચના બીજા પખવાડીયાથી એટલે કે ૧૫ માર્ચ બાદ દેશના ઘણા હિસ્‍સાઓમાં પ્રીમોન્‍સુન એકિટીવીટી જોવા મળી શકે છે. સાથે જ તાપમાનમાં પણ વધ-ઘટ જોવા મળી શકે છે.

બીબીસી ગુજરાતીના દિપક ચુડાસમા પણ આવુ જ એનાલીસીસ કરે છે કે, માર્ચના મધ્‍યભાગ બાદ ગુજરાતમાં પણ નવા ડબલ્‍યુડીના આગમને વાતાવરણમાં પલ્‍ટો આવી શકવાની સંભાવના રહે છે.

એનાલીસિસ્‍ટ પરેશ ગોસ્‍વામીના વિશ્‍લેષણ મુજબ આગામી ૧૩ તારીખ બાદ ગુજરાતમાં તાપમાન થોડુ નીચુ જશે અને હાલની કાળઝાળ ગરમીથી થોડી રાહત થશે.

(4:00 PM IST)