News of Wednesday, 11th March 2026
ઉનાઃ માતાએ સિંહણના મુખમાંથી દીકરીનો જીવ બચાવ્યો
માતાએ પથ્થરોના ઘા કરતા આઠ વર્ષની દીકરીને મુકીને સિંહણ નાસી ગઇઃ દીકરીને ગંભીર ઇજા

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૧૧: છેવાડાના શાણા વાંકિયા ગામે ૮ વર્ષની દીકરીને સિંહણ ઉપાડી જતા હોય તે માતાએ જોઇ લેતા સિંહણ ઉપર પથ્થરોના ઘા કરીને બુમ બરાડાં પાડતા દીકરીને મુકીને સિંહણ જંગલ તરફ પોબારા ભણી ગઇ હતી. દીકરીને ગંભીર ઇજા થઇ છે અને સારવારમાં છે.
તાલુકાનું છેવાડાનું ગામ શાણા વાકિયા ગામ આવે બપોરે મનીષ બેન રમેશ ભાઈ રામાણી અને તેમની દીકરી રિવા ઉ. વ. ૮ આંબા ઉપર થી ખરેલ ખાખડી માતા સાથે વીણતી હતી ત્યારે આ વિસ્તાર બાળ સિંહ સાથે સિંહણ વસવાટ કર ેછે.
જે સિંહણે માતા ની નજર સામે બાળકી રિવા ને પાછળ થી દબોચી લઈ મોઢા માં લઈ નાસવા લાગતા માતા મનીષા બેન જોઈ જતા સિંહણ પાછળ દોટ મૂકી દીકરી ને બચાવવા છુટ્ટા પથર ના ઘા મારી રાડા રાડિ કરતા સિંહણ રિવા ને મૂકી નાસી ગઈ હતી. રિવા લોહી લુહાણ થઈ ગઈ હોય તુરંત તેમના પરિવાર ઊના ની સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવેલ રિવા ને છાતી ના ભાગે, પીઠ ના ભાગે અને શરીર માં ઉઝરડા પડી ગયા છે.
હાલ દીકરી ની સ્થિતિ ગંભીર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. વન વિભાગ ને જાણ થતા તે પણ હોસ્પિટલે આવી ગયા છે. હાલ કેરી ની સિઝન શરૂ થઈ છે. અને આ વિસ્તાર મા સિંહણ અને તેનું ગ્રુપ આંટા ફેરા કરી રહેલ હોય લોકો ને કેરી ના બગીચા માં કામ કરતા ભય અનુભવે છે. વિભાગ દ્વારા આ વિસ્તાર મા સિંહણ અને તેમના બાળ ને જંગલ તરફ લઈ જાય લોકો ને ભય મુકત કરે તેવું લોક માંગણી ઉઠી છે. આમ માતાએ સિંહણ ના મુખ માંથી દીકરી નો જીવ બચાવ્યો હતો.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
