News of Wednesday, 11th March 2026
કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ વિંછીયા તાલુકામાં ૩૮.૨૦ કરોડના વિકાસના કામોના ખાતમુહુર્ત-લોકાર્પણ થયા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૧: શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ એમ બાવળીયાના હસ્તે જસદણ અને વિંછીયા તાલુકામાં ૩૮.૨૦ કરોડના રોડ-રસ્તા, મેજર બ્રિજ,પેટા આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાના અને માધ્યમિક શાળા સહિતના વિકાસના કામોના ખાતમુર્હત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
જસદણ અને વિંછીયા તાલુકાના ધારાસભ્યએ સરકારમાંથી તાલુકાને સ્પર્શતા મહત્વના કામો મંજુર કરાવ્યા છે જેમાં ચિતલીયા-આટકોટ રોડ રૂા.૩.૫૦ કરોડ, સાણથલી-થોરખાણ રોડ રૂા. ૩.૫૦ કરોડ, સાણથલી-ઈશ્વરીયા મેજર બ્રીજ રૂા. ૭.૮૦ કરોડ, સાણથલી સી.સી.રોડ રૂા.૭૫ લાખ, કાનપર-ઈશ્વરીયા રોડ ઉપર સબમર્સીબલ બ્રીજ રૂા.૪ કરોડ, પાટીયાળી સુવિધાપથના સી.સી.રોડ રૂા.૯૦ લાખ, મોટી લાખાવડ એઙ્ઘોચ રોડ રૂા. ૧.૮૦ કરોડ, જસાપર-જીવાપર રસ્તે મેજર બ્રીજ રૂા. ૮ કરોડ, આટકોટ પશુ દવાખાના નવા બિલ્ડીંગ રૂા. ૪૮.૮૩ લાખ, બળધોઈ નવીન પેટા આરોગ્ય કેન્દ્ર રૂા. ૩૫ લાખ, ભાડલા પશુ દવાખાનાના નવા બીલ્ડીંગ રૂા. ૮૦ લાખ, રામળીયા નવીન પેટા આરોગ્ય કેન્દ્ર રૂા.૩૫ લાખ, સનાળા નવી માધ્યમિક શાળા રૂા.૨.૩૫ કરોડ, દેવધરી નવી માધ્યમિક શાળા રૂા.૨.૪૨ કરોડ, વિંછીયા નવીન પશુ દવાખાનું રૂા. ૧ કરોડ ના કામનો સમાવેશ થવાથી અંદાજે ૪૧ ગામોને યોજનાકીય કામોનો આવનારા દિવસમાં લાભ મળતો થશે. જસદણ વિંછીયા પંથકમાં તા.ર-૩ થી તા.૮-૩ સુધીના સમય દરમ્યાન જુદા જુદા સ્થળે યોજાયેલા આ કાર્યક્રમ દરમ્યાન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં કામ કરતી રાજય સરકારને અભિગમ ‘જયાં માનવી ત્યાં સુવિધા' આપવાનો રહ્યો છે, છેવાડાના માનવી સુધી રોડ, રસ્તા, પશુ દવાખાના, પેટા આરોગ્ય કેન્દ્ર, માધ્યમિક શાળા સહિતની સુવિધાઓ પુરી પાડવા કટિબધ્ધ છે. ખાતમુર્હુત લોકાર્પણના કાર્યક્રમ દરમ્યાન જે તે ગામના જીલ્લા/તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, વિવિધ ગામના સરપંચો, સામાજીક આગેવાનો જોડાયા હતા અને ધારાસભ્ય અને રાજયના મળદુ અને મકકમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારનો આભાર વ્યકત કર્યા હતો.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
