તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Wednesday, 11th March 2026
ગામ નાનું પણ સિદ્ધિ મોટીઃ ધ્રોલના નાના ગરેડિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં CET પરીક્ષામાં બે વિદ્યાર્થીઓનો રાજ્યના ટોપ-૧૦માં દબદબો
CET પરીક્ષામાં ૫.૯૦ લાખ વિદ્યાર્થીઓ વચ્ચે જામનગર જિલ્લાની સરકારી શાળાના તેજસ્વી તારલાઓ ઝળક્યાઃ કોઈ પણ ટ્યુશન વગર માત્ર શાળાની મહેનતથી રાજ્ય કક્ષાએ ૯મો અને ૧૦મો ક્રમ મેળવી ઈતિહાસ રચ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૧: કહેવાય છે કે પરિશ્રમ એ જ પારસમણી છે અને આ ઉક્તિને ધ્રોલ તાલુકાની નાના ગરેડિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અક્ષરશઃ સાચી ઠેરવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ - ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ-૫ ની CET (Common Entrance Test) ૨૦૨૫-૨૬ ના પરિણામોમાં આ નાનકડા ગામની શાળાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે.
સમગ્ર રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના અંદાજે ૫,૯૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. જેમાં નાના ગરેડિયા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ પોતાની કુશાગ્ર બુદ્ધિ પ્રતિભાના દર્શન કરાવતા રાજ્ય સ્તરે ટોપ-૧૦ માં સ્થાન મેળવ્યું છે
મકવાણા લવ મનીષભાઈઃ ૧૨૦ માંથી ૧૦૪ ગુણ સાથે રાજ્યમાં ૯મો ક્રમ. શિયાર ધ્રુવી નાથાભાઈઃ ૧૨૦ માંથી ૧૦૩ ગુણ સાથે રહ્યો હતો.
બાળકોએ કોઈ પણ પ્રકારના મોંઘા ખાનગી ટ્યુશન રાખ્યા નહોતા. માત્ર શાળાના શિક્ષકોના માર્ગદર્શન, પ્રોત્સાહન અને દિવસ-રાતની મહેનતથી જ આ સિદ્ધિ હાંસલ કરી છે. ધ્રોલ તાલુકાની તમામ શાળાઓમાં આ પરિણામ સર્વશ્રેષ્ઠ રહ્યું છે, જે સરકારી શાળાઓની ગુણવત્તાનો જીવંત પુરાવો છે.
આ ઐતિહાસિક સફળતા બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. શાળા પરિવારે ગીતાના શ્લોકને ટાંકીને જણાવ્યું હતું કે, કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી. ગામના અગ્રણીઓએ પણ બાળકોની મહેનત અને શાળાની શિક્ષણ પદ્ધતિને બિરદાવી છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
