<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ગિરનારની ટોચે બિરાજતા અંબાજી માતાના મંદિરના ભંડારામાં દારૂ-ચિકન પાર્ટીનો પર્દાફાશઃ પૂજારી, રસોયા સહિત ૧૧ સસ્‍પેન્‍ડ

વીડિયો જાહેર થતા સર્વત્રથી ફિટકાર, પવિત્ર યાત્રાધામમાં શુદ્ધિકરણ બાદ નવા પૂજારીઓની નિમણૂકઃ ભક્‍તોની આસ્‍થાને ઠેસ ન પહોંચે તે માટે તંત્ર દ્વારા બે નવા પૂજારીઓની નિમણૂક પણ કરી દીધી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૨: ગિરનારની ટોચે બિરાજતા અંબાજી માતાના મંદિરના ભંડારામાં દારૂ-ચિકન પાર્ટીનો વીડિયો જાહેર થતાની સાથે તંત્રએ મંદિરના પૂજારી, રસોયા સહિત ૧૧ કર્મચારીઓને સસ્‍પેન્‍ડ કરી દીધા હોવાનું જાણવા મળ્‍યું છે.

ગિરનારના શિખર પર બિરાજતા મા  અંબાજીનું મંદિરનો વહીવટ હાલ વહીવટી તંત્રની દેખરેખ નીચે કરવામાં આવી રહ્યો છે ત્‍યારે ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં કેટલાક દ્વારા દારૂ અને ચિકનની પાર્ટી કરવામાં આવી હોવાનો વીડિયો જાહેર થતા હડકંપ મચી ગયો છે અને સર્વત્રથી ફિટકાર વરસી રહ્યો છે

 આ શરમજનક ઘટનાની વિગતો મુજબ, જે સ્‍થાન પર લાખો શ્રદ્ધાળુઓ શિશ નમાવે છે, ત્‍યાં જ મંદિરના રસોડા (ભંડારા)માં અશોભનીય પ્રવળત્તિ કરવામાં આવી હતી. આ મામલે પ્રશાસને ત્‍વરિત કડક કાર્યવાહી હાથ ધરી અંબાજી મંદિરના પૂજારીઓ કિશોરસિંહ એસ. ચૌહાણ, તુષારગીરી એમ.ગોસ્‍વામી,વિજયભાઈ , દેવગીરી જીમીગીરી ગોસ્‍વામી, કાંતિગીરી એ, અપારનાથી, ધવલગીરી બી. ગૌસ્‍વામી, શૈલેષગીરી એમ. ગોસ્‍વામી, ભાર્ગવ કિશોરસિંહ ચૌહાણ, પ્રિન્‍સ કે. ઠાકર, ભરતગીરી ધનગીરી ગૌસ્‍વામી સહિત ૧૦ પૂજારી અને  રસોઈયા સમીયા રામને તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરી દીધા હતા.

મંદિરના ભંડારામાં હિન પ્‍રવળત્તિની જાણ થતા જ મામલતદારની ટીમ ગિરનાર પર દોડી ગઈ હતી. સમગ્ર મંદિર પરિસર અને ભંડારાનું વિધિવત રીતે શુદ્ધિકરણ કરી ભક્‍તોની આસ્‍થાને ઠેસ ન પહોંચે તે માટે તંત્ર દ્વારા બે નવા પૂજારીઓની નિમણૂક પણ કરી દીધી હતી.

દરમિયાન પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. ભવિષ્‍યમાં આવી ઘટના ન બને તે માટે યાત્રાધામ વિકાસ બોર્ડ અને પોલીસ દ્વારા સુરક્ષાના ઙ્કોટોકોલમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શકયતા છે. (૩.૮)

(11:35 AM IST)