News of Thursday, 12th March 2026
ખેતર અને પડતર જગ્યામાં લાગેલી આગની લપેટમાં આવી જતા કારેજ ગામના વૃધ્ધનું મોત
માંગરોળના ચાંખવા ગામની સીમના બનાવમાં બે મોટરસાયકલ પણ ખાખ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૨: માંગરોળના ચાંખવા ગામની સીમમાં ખેતર અને પડતર જગ્યામાં લાગેલી આગની લપેટમાં આવી જતા કારેજ ગામના વળધ્ધનું મોત નિપજ્યું હતું અને આગમાં બે મોટરસાયકલ પણ ખાખ થઈ ગયા હતા.
વિગતો એવી છે કે માંગરોળ તાલુકાના ચાંખવા ગામેથી કારેજ રસ્તા પાસે ગઈકાલે બપોર બાદ માંગરોળ તાલુકાના કારેજ ગામના નુરશાહ અલારખા જલાલી ઉ.વ. ૬૬ નામના વળધ્ધ તેની મોટર સાઇકલ લઈને મચ્છી વેચવા જતા હતા ત્યારે ચાંખવા ગામ પહેલા રસ્તાની બાજુમાં આવેલ ખેતરમાં ઘઉંનુ પરારમાં આગ લાગેલ હોય જે આગ ખેતરના શેઢે તથા ત્યાં બાજુમાં રહેલ પડતર જગ્યાના જારી જાખરામાં તેમજ વાડ સેઢામાં રહેલ સાઠીઓમા આગ પહોંચી ગઈ હતી.
આગના ધુમાડા તથા આગની લપેટમાં આવી જતા નુરશાહ અલારખા જલાલી આકસ્મીક રીતે આગવાળી જગ્યામાં આવી જતા શરીરે ગંભીર રીતે દાઝી જતા ભડથુ થઈ ગયા હતા.
આ ઘટનામાં મરનાર વળધ્ધનું અને અન્ય એક વ્યક્તિનું મોટરસાયકલ આગમાં સ્વાહા થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ તથા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આગને બુજાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
આગની ઘટનામાં વળધ્ધના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. શીલ પોલીસે વળધ્ધના મોત અંગે મળતકના પુત્ર મહેબુબશા નુરશાનું નિવેદન લઇ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
