<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ગોંડલમાં લવર મુછીયાઓએ નંબરપ્‍લેટ વગરના બાઇકમાં હોમ ડિલીવરી શરૂ કરી!

રેન્‍જ આઇજીના આગમન બાદ બુટલેગરોની નવી તરકીબ

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ તા.૧૨: રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થા મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્‍યું હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ ગોંડલ શહેરમાં દારૂના ગેરકાયદેસર ધંધા સામે પોલીસ તંત્ર ઉણું ઉતરતું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

તાજેતરમાં જિલ્લા પોલીસ વડાના લોકદરબારમાં કોંગ્રેસી અગ્રણીઓ યતિશભાઈ દેસાઈ અને હર્ષદસિંહ ઝાલાએ ગોંડલ શહેરમાં ખુલ્લેઆમ ઈંગ્‍લીશ દારૂનું વેચાણ થતું હોવાની ગંભીર રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્‍યું હતું કે શહેરના અનેક વિસ્‍તારોમાં દારૂ સરળતાથી મળી રહે છે અને પોલીસ કાર્યવાહી નબળી હોવાથી બુટલેગરો બેફામ બન્‍યા છે. જયારે સ્‍થળ પર જવું હોય ત્‍યારે જઈશું'' તેવી રજૂઆત કરતાં  ઉપસ્‍થિત આગેવાનો અને નાગરિકોમાં આヘર્ય ફેલાયું હતું.

આ તરફ દારૂ, ચરસ અને ગાંજા જેવા નશીલા પદાર્થોના વેચાણ પર કાબૂ મેળવવાની જગ્‍યાએ બુટલેગરોએ હવે નવી રીત અપનાવી હોવાની ચર્ચાઓએ શહેરમાં જોર પકડી રહી છે. મળતી માહિતી મુજબ બુટલેગરો હવે નંબર પ્‍લેટ વગરનાં બાઈકનો ઉપયોગ કરી ‘‘હોમ ડિલિવરી'' દ્વારા દારૂ પહોંચાડવાની વ્‍યવસ્‍થા કરી રહ્યા છે. કહેવાય છે કે ડિલિવરી માટે કેટલાક લવર મૂછળીયા યુવકોને મેદાનમાં ઉતારવામાં આવ્‍યા છે, જે શહેરમાં બેરોકટોક ફરીને ગેરકાયદેસર દારૂ પહોંચાડી રહ્યા છે. આ પરિસ્‍થિતિમાં બુટલેગરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવી સ્‍થિતિ સર્જાઈ હોવાનું નાગરિકો કહે છે. શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને સામાજિક આગેવાનોની માંગ છે કે ગોંડલમાં વધતા દારૂના ગેરકાયદેસર ધંધા પર કડક કાર્યવાહી કરી આવા તત્‍વોને નાથવા પોલીસ તંત્ર અસરકારક પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે

(11:17 AM IST)