News of Thursday, 12th March 2026
ટંકારા પાસે આઇસરે રિક્ષાને ઉલાળી દેતા ૭ વર્ષના બાળકનું મોતઃ દાદા અને દાદીને ઇજા
ભંગાર વીણીને વાંકાનેર જતી વખતે બનાવઃ કુવાડવાના માંગલીયા પરિવારમાં શોકઃ ટ્રક ચાલકને લોકોએ ધોકાવતા સારવારમાં

રાજકોટ તા.૧૨: કુવાડવામાં રહેતા અને ભંગાર વિણવાની મજુરી કરતા પ્રોૈઢ દંપતી અને તેમના પોૈત્ર રિક્ષામાં બેસી જઇ રહયા હતા ત્યારે આઇસરના ચાલકે ઠોકરે લેતા રિક્ષામાં સવાર ત્રણેયને ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમ્યાન પોૈત્રએ દમ તોડી દેતા પરિવાર આઘાતમાં ગરક થઇ ગયો હતો. આ બનાવ ટંકારા નજીક બન્યો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે, કુવાડવા ગામમાં રહેતા અને ભંગાર વિણવાનું કામ કરતા હકાભાઇ રામાભાઇ માંગલીયા (ઉ.વ.પપ) અને લીલાબેન હકાભાઇ માંગલીયા (ઉ.વ.૫૦) તેમના ૭ વર્ષના પોૈત્ર હરી નવલભાઇ માંગલીયા સાથે મંગળવારે રિક્ષામાં બેસીને ટંકારાથી વાંકાનેર જઇ રહયા હતા. આ દરમ્યાન રાજકોટ નજીક આઇસરના ચાલકે ઠોકર મારતા રિક્ષામાં સવાર હકાભાઇ તેમના પત્ની લીલાબેન અને પોૈત્ર હરીને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવારમાં રહેલા હરીનું ગંભીર ઇજાને લીધે મોત નિપજતા પરિવાર આઘાતમાં ગરક થઇ ગયો છે.
મૃતક હરી બે ભાઇમાં નાનો હતો અને શાળામાં અભ્યાસ કરી રહયાનું માલૂમ પડયુ છે.
બીજી બાજુ અકસ્માતને અંજામ આપીને આઇસર ચાલક વાહન ઘટનાસ્થળે જ મુકીને ભાગવા જઇ રહયો હતો તે દરમ્યાન ઘટના સ્થળે હાજર લોકોએ તેને પકડી લઇને માર મારતા તે પણ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવને લઇને ટંકારા પોલીસે અકસ્માત સર્જનાર આઇસર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
