તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
રવિવારે વિરપુર (જલારામ)માં ત્રિવિધ કાર્યક્રમો
૮-નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશેઃ પ્રદેશ ભાજપના નવનિયુકત હોદ્દેદારા તેમજ જેતપુર બાર એસોસીએશનના નવા ચુંટાયેલા હોદ્દેદારોનું સન્માનઃ કૌશીકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને ભવ્ય આયોજન

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા. ,૧રઃ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પૂજય જલારામ બાપાની ભુમી જયાં સેવાની જયોત હંમેશા જલતી રહે છે તેવામાં વિરપુર ગામે સામાજીક પ્રવળત્તિઓમાં સતત અગ્રેસર રહેલી સામાજીક સંસ્થા આવિષ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૪-મો સર્વજ્ઞાતીય સમુહ લગ્ન આગામી તા.: ૧૫/૦૩/૨૦૨૬, રવિવારના રોજ યોજાશે. જેમાં ૮-સર્વજ્ઞાતીના યુગલો પ્રભુતામાં પગલા માંડશે. અહિંના પ્રખ્યાત કોઠારી મેદાન તરીકે ઓળખાય છે તે ગ્રાઉન્ડમાં સવારે ૭ થી ૧૦ નવદંપતિઓના લગ્નના આયોજન હાથ ધરવામાં આવેલ છે. ત્યારબાદ સવારે ૧૦-૩૦ થી ૧૨ કલાકના સમય દરમ્યાન ભવ્ય સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવેલ છે. જે સત્કાર સમારંભમાં ગુજરાત ઙ્કદેશ ભાજપના નવનિયુકત હોદ્દેદાર રમેશભાઈ ધડુક (ઉપપ્રમુખ), તેમજ પ્રશાંતભાઈ કોરાટ (મહામંત્રી) અને ગુજરાત બાર એસોસીએશનના નવનિયુકત ચુંટાયેલા હોદ્દેદારશ્રીઓનું સન્માન ગુજરાત સરકારના કાયદો અને ન્યાયતંત્રના રાજયકક્ષાના મંત્રી કૌશીકભાઈ વેકરીયાના પ્રમુખ સ્થાને કરવાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ ૧૦-૦૦ થી ૧૦-૩૦ કલાક દરમ્યાન ઉપર્યુકત મહાનુભાવો પૂજય જલારામ
બાપાના દર્શનાર્થે જશે ત્યારબાદ મીનળવાવ ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે તેમજ હોટલ રામાયણ પાસે ભાજપના દિવંગત નેતા સ્વ. વેલજીભાઇ સરવૈયાની પ્રતિમાને પણ પુષ્પાંજલી અર્પણ કરશે. ત્યારબાદ કોઠારી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સમુહ લગ્નમાં સર્વ દાતાશ્રીઓનો અભૂતપૂર્વ સહયોગ રહ્યો છે. દાતાઓના સહયોગથી દરેક નવદંપતિઓને ૭૫ જેટલી વસ્તુઓ કરીયાવરમાં અપાશે. મુંબઇ શહેરથી દાતા નાનજી ખીમજી થાણાવાલા, ભુલેશ્વર મંદિરના વિકીભાઇ વસાણી, રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ક્ષત્રીય યુવા સમાજના પ્રમુખ ગણેશભાઈ જાડેજા, જેતપુરના મનસુખભાઈ ખાચરીયા, સંતો-મહંતો, જેતપુર બાર એસોસીએશનના સમસ્ત વકિલ મંડળ તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને વિરપુર ગામના પ્રતિષ્ઠિત આગેવાનો તેમજ સર્વ સમાજના આગેવાનો તેમજ સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપુત સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. હિન્દુ શાષાોકત લગ્ન વિધી માનકેશ્વર મંદિરના પૂજારી મુકુન્દ અદા કરાવશે. એકજ દિવસમાં ૧૫૦૦ માણસો માટે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે. ૫૦ સ્વયં સેવકો ખડે પગે સેવા આપશે. આયોજન બેનમુન હોય વિરપુર ગામમાં અનેરો ઉત્સાહ પ્રેરે છે. સંસ્થા દ્વારા આયોજનની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉપરોકત સર્વ જ્ઞાતીય સમુહ લગ્નમાં નવદંપતિઓને આશિર્વાદ આપવા સૌ જ્ઞાતિના આગેવાનો, સાધુ સંતો, ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ અનિલભાઈ સરવૈયા દ્વારા નમ્ર અપીલ કરવામાં આવેલ છે.
સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ અનિલભાઈ સરવૈયા, વેપારી એસોસીએશનના અતુલભાઈ બારસીયા, લખુભાઈ બાખલખીયા, વિપુલભાઈ મેવાડા, સુભાષભાઈ સરવૈયા, અરવિંદભાઇ ચાવડા, નૈમીષભાઇ સરવૈયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
