<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ભાવનગર ડિસ્‍ટ્રીક્‍ટ કો.ઓપ. બેન્‍કમાં ૭.૩૪ કરોડના ફ્રોડ અંગે ગુનો

હાલ બેંકની કામગીરી બંધઃ ખાતા ધારકોને મુશ્‍કેલી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૨: શહેરના ઘોઘા જકાતનાકા પાસે આવેલા દેવરાજનગરની સામે આવેલ યોગીનગર સોસાયટીમાં રહેતા અને ભાવનગર ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપરેટિવ બેન્‍કના સીબીએસ કોર બેન્‍કિંગ સોલ્‍યુશન ડિપાર્ટમેન્‍ટમાં બ્રાન્‍ચ મેનેજર આઈટી હેડ તરીકે ફરજ બજાવતા હાદકભાઈ દાનજીભાઈ સવાણીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૭ માર્ચ ૨૦૨૬થી તા.૦૯ માર્ચ ૨૦૨૬ દરમિયાન અમારી ધી-ભાવનગર ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓપ. બેંક લી.ની સિસ્‍ટમ હેક કરી સર્વરમાં અનધિકળત રીતે એક્‍સેસ મેળવી લઈ  બેંકના ખાતાધારક  સુભાષનગર શાખા, ભાવનગરના બેંક ખાતાધારક પરમાર વિવેકભાઈ બળવંતભાઈ (રહે.૧૧૨/ઇ લાખાવાડા, ઘોઘા રોડ, ભાવનગર)ના બચત ખાતામાંથી રૂ.૧,૫૦,૦૦,૨૦૧ તથા સીદસર શાખા, ભાવનગરના બેંક ખાતાધારક અજીતસિંહ ભરત સિંહ ગોહિલ (રહે.પ્‍લોટ નં.૪૪ આણંદજી પાર્ક, ફુલસર ભાવનગર) ના કરંટ ખાતામાંથી રૂ. ૩,૫૦,૦૦,૦૦૦ તથા તળાજા બ્રાંચ ભાવનગરના બેંક ખાતાધારક અગ્રવાત અનિલ ધર્મેશભાઇ (રહે.શાંતીવિલા બંગલો, ઉમા મંગલ હોલ પાસે સુરત)ના બચત ખાતામાંથી રૂ.૯૮,૯૯,૮૫૫ તથા ભરતનગર શાખા, ભાવનગરના ખાતા ધારક હરેશભાઈ મધુભાઈ વ્‍યાસ (રહે.૨૧૦૯, દેવકા વિધ્‍યાપીઠ, દેવકા-કુંભારીયા, અમરેલી)ના ખાતામાંથી રૂ.૧,૩૫,૯૧,૬૨૬ એમ કુલ રૂ.૭,૩૪,૯૧,૬૮૨ અલગ-અલગ બેંક ખાતાઓમાંથી રૂપિયા ટ્રાન્‍સફર કરી લઈ ઓનલાઇન માધ્‍યમથી નાણાંનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્‍યું હતું. ૪ બ્રાંચમાં ૪ ખાતા ધારકોના ખાતામાંથી ૧૫૫ જેટલા ટ્રાન્‍ઝેક્‍શન કરી રૂપિયા ટ્રાન્‍સફર કરી લીધા હતાં.

 આ બનાવ સંદર્ભે બ્રાન્‍ચ મેનેજર આઈટી હેડ હાદકભાઇએ સીઆઈડી સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશન ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાવી છે. (રર.ર)

 

(1:41 PM IST)