<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શને નિર્લિપ્ત રાયઃ બોકસાઇટ ચોરીના સ્‍થળોનું નિરીક્ષણ

દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, ડીવાયએસપી વિસ્‍મય માનસેતા, સાગર રાઠોડ સહિતના દ્વારા નવ નિયુકિત રાજકોટ રેન્‍જ આઇજીપીનું સ્‍વાગત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ર :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૌથી મોટા પ્રભુ શ્રી દ્વારકાધીશના દર્શને પણ નિર્લિપ્ત રાય ગયા હતા તથા ત્‍યાં ભગવાનના દર્શન પાદુકા પૂજન સાથે પ્રભુના આર્શીવાદ મેળવીને રાજકોટ રેંજની કાર્યવાહી શરૂ કરી હતી.

દ્વારકાધીશ દર્શનમાં પૂજારી દ્વારા તેમને આર્શીવાદ તથા વિશેષ પૂજા કરાવાઇ હતી તથા દ્વારકા પોલીસ અધિકારીઓ તથા ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા દ્વારકાધીશની છબી આપીને તેમનું બહુમાન કરવામાં આવ્‍યું હતું.

તાજેતરમાં રાજકોટ રેંજ આઇ. જી.પી. તરીકે મુકાયેલ ખુબ જ બાહોશ તથા કડક કાર્યદક્ષ અધિકારી નીર્લિપ્ત રાય દ્વારા હાજર થયા પછી તુરત જ ગઇકાલે દ્વારકા જિલ્લાની મુલાકાત લઇને જિલ્લાની કાયદો વ્‍યવસ્‍થા ની સ્‍થિતિ તથા ભૂતકાળની અસામાજિક પ્રવૃતિઓ અંગે જાણકારી મેળવવામાં આવી હતી.

દ્વારકા જિલ્લા પોલીસ વડા કચેરી ખંભાળીયામાં પ્રથમ તેમણે મુલાકાત લીધી હતી. જયાં જિલ્લા પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાળા સાથે મુલાકાત લઇ જિલ્લાની કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ અંગે ચર્ચાઓ કરીને જાણકારી મેળવી હતી. જેમની સાથે ડીવાયએસપી વિસ્‍મય માનસેતા તથા સાગર રાઠોડ પણ જોડાયા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની રાજકોટ રેંજ આઇ. જી. પી. નિર્લિપ્ત રાયની પ્રથમ મુલાકાતમાં જ  તેમણે કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશનની ખાસ મુલાકાત લીધી હતી. તથા અગાઉ જયાંથી કરોડો રૂપિયાની બોકસાઇટ ચોરી થતી હતી તે સ્‍થળો કલ્‍યાણપુર તાલુકાના ગામડાઓની ખાસ મુલાકાત લઇને આગામી સમયમાં ખનીજ ચોરો પર કડક કાર્યવાહી થવાનો સ્‍પષ્‍ટ નિર્દેશ પણ આપ્‍યો હતો તથા આ કાર્યવાહીના જાણકારી અનુભવી અધિકારીઓ સાથે કઇ રીતે ખનીજ ચોરી થતી તથા કયાં પગલા લેવાતા  તે અંગે પણ ચચર્ચાઓ કરી હતી. (પ-૮)

 

(11:43 AM IST)