<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

પૂ.મોરારિબાપુ દ્વારા દિલ્‍હી સ્‍થિત સેવાભાવી પર્યાવરણ-પ્રેમી બ્રીજભાઈ ઠક્કરનું અભિવાદન

રાજકોટ, તા.૧૨: વિશ્વવંદનીય પૂ. મોરારિબાપુ દ્વારા મોરબી જિલ્લાના ટંકારાના મૂળ વતની, દિલ્‍હી નિવાસી સેવાભાવી પર્યાવરણ-પ્રેમી બ્રીજભાઈ મનુભાઈ ઠક્કર (કક્કડ)નું અભિવાદન કરાયું હતું. રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડની આ અવસરે વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.

માત્ર ૨૫ વર્ષની યુવા વયે અણધારી વિદાય લેનાર પોતાના વ્‍હાલા પુત્ર સ્‍વ. વરૂણભાઈ ઠક્કરની પુણ્‍યસ્‍મળતિમાં બ્રીજભાઈ ઠક્કર દ્વારા ચોટીલા ડુંગર પારંપરિક પરિર્ક્‍મા પથ પર વિવિધ પ્રકારના ૨૧૦૦ જેટલાં વળક્ષોનું વરૂણ વનનું નિર્માણ કરવામાં આવ્‍યું છે જે ખાસ ઉલ્લેખનીય છે. ચોટીલા સ્‍થિત રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહલયના વિશાળ પ્રાંગણમાં પણ બ્રીજભાઈ ઠક્કર દ્વારા વળક્ષારોપણ કરવામાં આવ્‍યું છે.  ૦૧ જૂન ૧૯૯૫ના રોજ રાજકોટ ખાતે જન્‍મેલા, માં ચામુંડા પ્રત્‍યે અપાર શ્રધ્‍ધા ધરાવનાર, સેવાભાવી, પર્યાવરણ-પ્રેમી, યુવા વયે શૈક્ષણિક, રમતગમત, વ્‍યવસાયિક અને સામાજિક ક્ષેત્રે અનેક વિશિષ્ટ સોપાન સર કરનાર સ્‍વ. વરૂણભાઈ ઠક્કરનું ૩૦ એપ્રિલ ૨૦૨૧ના રોજ દિલ્‍હી ખાતે દુઃખદ નિધન થયું હતું. વર્ષ ૨૦૨૨માં સ્‍વ. વરૂણભાઈ ઠક્કરને લોહાણા મહાપરિષદ દ્વારા મરણોત્તર શ્રેષ્ઠ રઘુવંશી યુવા પ્રતિભા એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. સ્‍વ. વરૂણભાઈ ઠક્કરની પુણ્‍યસ્‍મળતિમાં દર વર્ષે આંતરરાષ્‍ટ્રીય પારિતોષિક Varun Thakkar Memorial Award for Excellence પણ એનાયત કરવામાં આવે છે. જેણે જીવી જાણ્‍યું એવા મુઠ્ઠી ઊંચેરા સ્‍વ. વરૂણભાઈ બ્રીજભાઈ ઠક્કર (કક્ક્‌ડ) કયારેય વિસરાશે નહીં. સદાય અજરામર રહેશે. 

આલેખનઃ પિનાકી નાનકભાઈ મેઘાણી  - ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન 

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(11:58 AM IST)