<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

દસાડા પાસે ૬ લાખનો દારૂ ઝડપાયો

સાવડા ગામના પાટીયા પાસે પડેલ લોડીંગ વાહન ચેક કરતા સુરેન્‍દ્રનગર એલસીબી પોલીસને સફળતા મળીઃ ખાખી કાર્ટુનમાં દારૂ છૂપાવાયો હતો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧રઃ સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ ની ટીમ દ્વારા દસાડા પાટડી હાઇવે રોડ ઉપર આવેલા સાવડા ગામના બોર્ડ પાસેથી ઇંગ્‍લિશ દારૂ ભરેલું લોડીંગ વાહન ઝડપી પાડવામાં આવ્‍યું છે. બાતમીના આધારે સુરેન્‍દ્રનગરના સાવડા ગામના બોર્ડ પાસે પડેલ એક સુઝુકી કેરી લોડીંગ વાહન ચેક કરવામાં આવ્‍યું હતું તેમાં ખાખી કાર્ટુનની આડમાં દારૂ છૂપાવવામાં આવ્‍યો હતો. તેમાંથી ઇંગ્‍લિશ દારૂની અલગ અલગ પ્રકારની બોટલો મળી આવી હતી.

સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્‍ચની ટીમ દ્વારા ૧૯૯૨ જેટલી ઇંગ્‍લિશ દારૂની બોટલો જેની કિંમત રૂપિયા ૫.૧૬ લાખ તથા બીઆરટી નંગ ૪૦૮ જેની કિંમત ૮૯૭૬૦ રૂપિયા મળી કુલ ૬,૦૫,૭૬૦ રૂપિયા નો દારૂ અને ઇંગલિશ બિયરનો જથ્‍થો જપ્ત કરવામાં આવ્‍યો હતો આ ઉપરાંત કેરી લોડિંગ વાહન નંબર જીજે-૦૫સીયુ-૭૬૧૬ જપ્ત કરવામાં આવી હતી તેની કિંમત ૫૦૦૦૦૦ રૂપિયા ગણવામાં આવી હતી.

આ અંગે વિષ્‍ણુ ઠાકોર રહે દાદકા તાલુકો સમી જીલ્લો પાટણ વાળા ની અટકાયત કરવામાં આવી હતી અને પકડવાના બાકી આરોપીઓમાં અમરતભાઈ ઠાકોર કેરી લોડીંગ વાહનનો માલિક ઇંગ્‍લિશ દારૂનો જથ્‍થો મંગાવનાર અજાણ્‍યા ઈસમ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને વધુ તપાસ સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા શરૂ કરવામાં આવી છે

(11:59 AM IST)