News of Thursday, 12th March 2026
‘ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ અને મા ચામુંડાના સાનિધ્યમાં ગુંજશે ગુજરાતની અસ્મિતાનો સાદ'
ચોટીલાના આંગણે કલા અને સંસ્કળતિનો અદભૂત સંગમઃ બે દિવસીય ભવ્ય ચોટીલા ઉત્સવ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૧૧: ગુજરાતની ભાતીગળ સંસ્કળતિ અને લોકકલાને જીવંત રાખવા માટે રાજ્ય સરકારના રમતપ્રગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગ તથા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ૧૧ અને ૧૨ માર્ચે ચોટીલા ખાતે બે દિવસીય ‘ચોટીલા ઉત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ચોટીલા ચામુંડા માતાજી મંદિરના તળેટી ર્પાકિંગ પ્લોટ ખાતે બંને દિવસ સાંજે ૮:૦૦ કલાકે આ સાંસ્કળતિક મહોત્સવ યોજાશે, જેમાં લોકનળત્યો અને સંગીતના માધ્યમથી ગુજરાતના ગૌરવવંતા વારસાના દર્શન કરાવવામાં આવશે. આ ઉત્સવની શોભા વધારવા માટે મુખ્ય મહેમાન તરીકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને સાંસદ ચંદુભાઈ શિહોરા, અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ હરિકળષ્ણભાઈ પટેલ સહિત ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, કિરીટસિંહ રાણા, પી.કે.પરમાર અને પ્રકાશભાઈ વરમોરા સહિતનાં મહાનુભાવો ગરિમામય હાજરી આપશે. કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિક અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું અને પ્રાત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા પૂરું પાડવામાં આવેલ છે.(૨૩.૧૧)
બે દિવસ ના ચોટીલા ઉત્સવમાં રજૂ થનાર સાંસ્કળતિક કાર્યક્રમોની ઝલક
જ્જ આજે પ્રથમ દિવસઃ ૧૧ માર્ચ ના ‘ગણેશ વંદના અને લાવણી' રાજકોટના ‘સ્પંદન ગ્રુપ' દ્વારા પ્રસ્તુતિ.
* હુડો રાસઃ પાંચાળ રાસ મંડળપ્રથાનગઢની જોરદાર રજૂઆત.
* પ્રાચીન ગરબોઃ ભાવનગરના કલાકારો દ્વારા પરંપરાગત ગરબાની રમઝટ.
* પાવરી નળત્યઃ ડાંગના આદિવાસી કલાકારો દ્વારા વિશિષ્ટ નળત્ય.
મુખ્ય આકર્ષણ અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ‘રંગ મેઘાણી' ફોક ફયૂઝન મ્યુઝીક શો.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
