<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

જેતપુરમાં બાઇક ચોર ત્રિપુટી પકડાઇ

જેતપુર અને બગસરામાંથી બાઇક ચોર્યાની કબુલાતઃ બે ચોરાઉ બાઇક કબ્‍જે

તસ્‍વીરમાં પકડાયેલ ત્રિપુટી ચોરાઉ બાઇક સાથે નજરે પડે છે (તસ્‍વીરઃ કેતન ઓઝા -જેતપુર

 જેતપુર, જુના પાંચ પીપળા રોડ, અમળત ડેરી બેજન્‍સી સામે પાર્ક કરેલ મોટર સાયકલ કોઇ અજાણ્‍યો ઇસમ ચોરી કરી  ગયાની ફરીયાદ થતા  રાજકોટ ગ્રામ્‍યના પોલીસ અધિક્ષક  વિજય સિંહ ગુર્જર તથા જેતપુર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયાએ   વણશોધાયેલ મિલ્‍કત વિરૂધ્‍ધના ગુનાઓ કરતા આરોપીને શોધી કાઢવા અંગે સુચના આપતા  પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એ.ડી. પરમારનો જેતપુરના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જેતપુર સીટી પોલીસ સ્‍ટેશનની સર્વેલન્‍સ સ્‍ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્‍યાની આજુ બાજુના વિસ્‍તારમાં આવેલ CCTV કેમેરા તથા અત્રેના પો.સ્‍ટે. ખાતે કાર્યરત JET EYE કેમેરાના આધારે ફુટેજ મેળવી ચોરી થયેલ હિરો હોન્‍ડા કંપનીનું લેંડર પ્‍લસ મોટર સાયકલ રજીસ્‍ટર નંબર GJ-03-CK-2681 તથા બગસર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી ચોરી થયેલ હીરો કંપનીનુ કાળા કલરનું સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મોટર સાયકલ ચેસીય નંબર MBLHA 10A MEH F63815 તથા એન્‍જીન નંબર HA10 EJEHF43441 વાળાની સાથે કુલ-૩ આરોપીઓને (૧) અકિત દિનેશભાઇ સોલંકી, મુળ રહે. ૧૦૦ વાર પ્‍લોટ વિસ્‍તાર, પરબ રોડ, ભેંસાણ (૨) સાગર મનસુખભાઇ  સાગઠીયા, રહે, વાડલા ગીર ગામ, તા. તાલાળા, જી.ગીર સોમનાથ તથા (૩) હિમાબીત  ઉર્ફે શીવુ  પરશુરામ ભાઈ લીંબાણી, રહે. ૧૦૦ વાર પ્‍લોટ વિસ્‍તાર, પરબ રોડ, ભેંસાણોન ેઝડપી લીધા હતા.રાજ નવઘણભાઇ માંગરોળીયા, રહે, પરબ રોડ, ભેંસાણનું નામ ખુલતા તેની શોધખોળ હાથધરાઇ છે. આ કામગીરી કર જેતપુર સીટી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એ.ડી.પરમાર પો. સબ ઇન્‍સ. જે.પી. મલ્‍હોત્રા  એ.એસ.આઇ. મિલનસિંહ ડોડીયા,  પો. હેડ કોન્‍સ, સાગરભાઇ મકવાણાપો.કોન્‍સ. લાખુભા રાઠોડ તથા અમીતભાઈ સિધ્‍ધપરા તથા ભગીરથસિંહ જાડેજા તથા પ્રદિપભાઇ આગરીયા  સહિતના સ્‍ટો કરી હતી. 

(12:30 PM IST)