<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ગોંડલમાં ર.૯૬ લાખનો વિદેશી દારૂ પકડાયો

રૂરલ ક્રાઇમ બ્રાંચે નરેન્‍દ્રસિંહ ઝાલાની ૩.૦૬ લાખના મુદામાલ સાથે ધરપકડ કરીઃ રૂષીરાજનું નામ ખુલ્‍યું

તસ્‍વીરમાં દારૂનો જથ્‍થો અને પકડાયેલ શખ્‍સ નજરે પડે છે.

રાજકોટ તા. ૧ર :.. ગોંડલમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ર.૯૬ લાખના વિદેશી દારૂના જથ્‍થા સાથે એક શખ્‍સની ધરપકડ કરી હતી. જયારે અન્‍ય એક શખ્‍સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

  રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક  વિજય સિંહ ગુર્જર  દારૂ-જુગારની પ્રવળતિ  સદંતર નાબુદ કરવા   સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર  વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્‍સ.  કે.એમ.ચાવડા,  એચ.સી.ગોહીલ,  આર.વી.ભીમાણી,  પી.એન.ભરવાડ   સ્‍ટાફના માણસો  સાથે પ્રોહી જુગારની કામગીરીમાં હતા. જે દરમ્‍યાન મળેલ હકિકત આધારે રેઇડ કરી ે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની બોટલ નંગ-૧૦૭ કિ.રૂ.૨,૯૬,૨૦૩/- તથા અન્‍ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૩,૦૬,૨૦૩/- ના મુદ્દામાલ સાથે  નરેન્‍દ્રસિંહ પ્રતાપસિંહ ઝાલા રહે ગોંડલ, આશાપુરા ચોકડી પ્રમુખનગરની ધરપકડ કરી હતી. જયારે  રૂષીરાજસિંહ નરેન્‍દ્રસિંહ ઝાલાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કામગીરીમાં એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના,  વી.વી.ઓડેદરા, કે.એમ. ચાવડા, એચ.સી.ગોહીલ,  આર.વી.ભીમાણી,  પી.એન.ભરવાડ તથા એલ.સી.બી. શાખાના ઇન્‍દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા,  અનિલભાઈ ગુજરાતી,  બાલકળષ્‍ણભાઇ ત્રિવેદી તથા  પ્રહલાદસિંહ રાઠોડ,  ભગીરથસિંહ જાડેજા તથા  વિજયભાઇ બોરડ તથા ગોંડલ બી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના  શકિતસિંહ જાડેજા તથા  નિમુબેન બચુભાઇ વિગેરે જોડાયેલ હતા

(1:17 PM IST)