<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાં ૧૨ લાખના પિતળના છોલની ચોરી

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨ : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં વિજયભાઈ કાનજીભાઈ ભારવડીયા, ઉ.વ.ર૯, રે. ઓશવાળ -૩, શેરી નં.૩, સત્‍યમ કોલોની સામે એ ફરીયાદ નોંધાવી છે કે, છેલ્લા ત્રણેક મહિનામા અલગ અલગ કોઈ પણ સમયે હિરજી મીસ્‍ત્ર્રી રોડ, પ્રણામી સ્‍કુલની વાડીની સામે, શ્રી શયામ મેટલ નામનું બ્રાસપાર્ટની ભઠ્ઠી ફરીયાદી વિજયભાઈ પોતાની બ્રાસપાર્ટની ભઠ્ઠી (કારખાનું) ચેક કરતા ભઠ્ઠીનું મેઈન ગેઈટ અને શટરનું તાળુ તુટેલ હોય અને શટર બહાર પિતળના છોલના બે બાંચકા પડેલ હોય જેથી તેને પોતાના કારખાના માંથી ચોરી થયેલનું જણાતા તેણે બીજા દિવસે ભઠ્ઠીના માલના સ્‍ટોકનો હિસાબ કરતા પીતળનો છોલ આશરે ૭,૮૦૦/- કિલો જેમાં એક કિલો કિંમત રૂ.૧પ૦/- લેખે એમ કુલ મળીને કુલ કિંમત રૂ.૧૧,૭૦,૦૦૦/- આશરે છેલ્લા ત્રણેક મહિનામાં અલગ અલગ કોઈપણ સમયે થોડો થોડો કરીને પીતળનો છોલ ગેરકાયદેસર કારખાનામાં પ્રવેશ કરી કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

એમ્‍યુઝમેન્‍ટ પાર્ક પાસે બોટલ સાથે  ઝડપાયો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, એમ્‍યુઝમેન્‍ટ પાર્ક પાસે, કિષ્‍ણાનગર શેરી નં.૩ પાસે આરોપી સચીનભાઈ દિલીપભાઈ રાઠોડની એકસેસ મોટરસાયકલ જી.જે.૧૦-ડી.કે.૯૬ર૯ માં દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.૭૦૦ તથા મોટરસાયકલ કિંમત રૂ.રપ,૦૦૦ મળી કુલ મુદામાલ રૂ.રપ૭૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

જથ્‍થો ઝડપાયો : આરોપી ફરાર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, એમ્‍યુઝમેન્‍ટ પાર્ક પાસે, કિષ્‍નાનગર શેરી નં.૩ પાસે ફરાર આરોપી યુવરાજસિંહ અનોપસિંહ ભટી એ પોતાના રહેણાક મકાનમાં દારૂની બોટલ નંગ-૬, કિંમત રૂ.૪ર૦૦/- તથા ચપલા નંગ-૩૦,  કિંમત રૂ.૬૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧૦ર૦૦/- ઝડપાઈ ગયેલ છે.તથા આરોપી યુવરાજસિંહ અનોપસિંહ ભટી ફરાર થઈ ગયેલ છે.

ઝુંપડામાંથી બોટલ ઝડપાઈ : આરોપી ફરાર

 અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, વુલનમીલ ફાટક પાસે, બાવરીવાસ આરોપી દિપુ કમલભાઈ વઢીયાર એ ઝુંપડામાં દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.૭૦૦/- ઝડપાઈ ગયેલ છે.  આરોપી  દિપુ કમલભાઈ વઢીયાર ફરાર થઈ ગયેલ છે.

આંકડા લખતો શખ્‍સ ઝડપાયો

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ભગીરથસિંહ નરેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દિગ્‍વીજય પ્‍લોટ પ૮ અંદર સેવક પાન નામની બંધ દુકાનની પાસે આરોપી વશરામભાઈ ચત્રભુજભાઈ ગોરી હારજીત કરતા રોકડા રૂ.ર૩૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:29 PM IST)