<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ખંભાળીયામાં મહિલા સફાઇ કર્મચારીના ડખ્‍ખા મુદ્દે પાલિકા પ્રમુખ અને તેના પતિ સામે પોલીસ ફરિયાદ

વહિવટદારના શાસનનાં સમય પહેલા ફરિયાદ થતા ભારે ચર્ચા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૧રઃ પાલિકા દ્વારા તાજેતરમાં અહીની એક ખાનગી હોટલમાં નાયરા કંપનીના સંકલનથી ધન કચરા નીકાલ અંગે ખાસ શીબીર રાખવામાં આવેલ જેમાં પાલિકાના રોજમદાર મહિલા કર્મી મંજુબેન કારાભાઇ પીંગળ ઉ.વ. પ૦ વાળાએ ડખો કર્યો હતો જે મામલો પોલીસમાં પહોંચતા વાતાવરણ ગરમાયું છે.

મંજુબેન કારાભાઇ પીંગળ દ્વારા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના પતિ મોહિતભાઇ મોટાણી સામે એસ્‍ટ્રોસીટીની વિવિધ કલમો તથા બી. એન. એસ. ની કલમો હેઠળ ખંભાળીયા પોલીસમાં ફરીયાદ કરી તેઓને કાયમી ના કરાતા તથા પી. એફ. તથા પગાર વધારાના પ્રશ્નો અંગે નીરાકરપણ ના આવતા કલ્‍યાણ હોટલમાં મીટીંગ ચાલુ હતી. જેનું મોબાઇલમાં રેકોર્ડીંગ કરતા ફરીયાદી સાથે ઝઘડો કરીને મોહીતભાઇએ હાથમાં ઇજા કર્યાની ફરીયાદ કરતા એસ. સી. એસ. ટી. સેલ ડી. વાય. એસ. પી. વિસ્‍મય માનસેતા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જો કે અગાઉ પણ મંજૂબેન દ્વારા આંદોલનો દિવસો નહીં મહીનાઓ સુધી થયા હતા તથા વિવિધ આંદોલનોની ધમકીઓ અપાઇ હતી. પણ ઘન-કચરાની મીટીંગમાં ખાનગી હોટલમાં રજૂઆત કરવા જવાની બાબત પણ ચર્ચાસ્‍પદ બની છે. તો મોબાઇલનું રેકોર્ડીંગ કરવા બાબતે એસ્‍ટ્રોસીટીની ગંભીર ફરીયાદ પણ ચર્ચાસ્‍પદ બની છે. પાલિકાની મુદત પણ હવે બે દિવસમાં પૂરી થાય છે અને વહીવટદાર શાસન આવે છે ત્‍યારે આ ફરીયાદ ચર્ચાસ્‍પદ બની છે.

(1:41 PM IST)