<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

વિંછીયા પંથકમાં વાયર ચોરી કરતી ટોળકી પકડાઇ

ચોરાઉ વાયરનો જથ્‍થો અને વાહન સહિત ૩.ર૮ લાખના મુદામાલ કબ્‍જેઃ રૂરલ એલસીબીને સફળતા

રાજકોટ, તા. ૧રઃ વિંછીયા પંથકમાં વાયર ચોરી કરતી તસ્‍કર ટોળકીને રૂરલ એલસીબીએ ઝડપી લઇ ચોરાઉ વાયર સહિત ૩.ર૮ લાખનો મુદામાલ કબ્‍જે કરેલ છે.

ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક  વિજય સિંહ ગુર્જર  વણશોધાયેલ ચોરીઓના ગુનાઓ શોધી કાઢી આરોપીઓ પકડી પાડવા સુચના કરતા   એલ.સી.બી પોલીસ ઈન્‍સ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પોલીસ સબ ઇન્‍સ.  એચ.સી.ગોહિલ,  કે.એમ. ચાવડા,  આર.વી. ભીમાણી,  પી.એન. ભરવાડ ની રાહબરી હેઠળ એલ.સી.બી. શાખાના સ્‍ટાફના માણસો વણશોધાયેલ ગુન્‍હાની જસદણ ડીવીઝન વિસ્‍તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્‍યાન એલ.સી.બી. શાખાના પો, હેડ કોન્‍સ, ધર્મેશભાઇ બાવળીયા નીઓને મળેલ હકિકત આધારે વિંછીયા તાલુકાના લાલાવદર ગામની સીમમાંથી (૧) દેવરાજ અશોકભાઇ ઠકકર રહે-અંજાર, નવાનગર, લાકડા બજાર પાસે, ગાયત્રી ચાર રસ્‍તા વીર ભગતની પાછળ જી.કચ્‍છ તથા (૨) સંતોષ મોજુભાઇ ઉગરેજીયા રહે-પાળીયાદ પોલીસ સ્‍ટેશન પાછળ, તા-જી-બોટાદ (૩) દિપુ ઉર્ફે દિપો ગુલાબભાઇ શેખલીયા રહે-કાનીયાડ, નદિના સામા કાંઠે, તા-જી-બોટાદ તથા (૪) સંતોષ ઉર્ફે ભોપો સુરેશભાઇ સાથળીયા રહે-લોયાગામ નદિના કાંઠે, તા. ગઢડા જી-બોટાદ વાળાઓને ચોરી કે છળકપટથી મેળવેલ એલ્‍યુમિનિયમ વાયર ૪૦૦ કિ.ગ્રા. કિ.રૂ. ૭૪,૪૦૦/- નો મુદામાલ અશોક લેલન્‍ડ બડા દોસ્‍ત વાળામા લઇ હેરફેર કરતા મળી આવતા કુલ રૂ. ૩,૨૮,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી વિંછીયા પો.સ્‍ટે.ના વણશોધાયેલ  વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી માટે વિંછીયા લઘુગુ પો.સ્‍ટે. સોંપી આપેલ છે.

 પકડાયેલ તસ્‍કર ટોળકીએ વિંછીયા ઉપરાંત ગઢડા વિસ્‍તારમાં વાયર ચોરી કર્યાની કબુલાત આપી છ.ે પકડાયેલ તસ્‍કર ગેંગના દેવરાજ ઠકકર સામે અગાઉ ભાડલા, પડધરી, ભાયાવદર તથા વિંછીયામાં ૭ નુન્‍હાઓ નોંધાયા છે.

આ કાર્યવાહી  એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના કે.એમ.થાવડા તથા  આર.વી.ભીમાણી તથા પી.એન.ભરવાડ તથા એ.એસ.આઇ. બાલકળષ્‍ણભાઇ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, પો.હેડ કોન્‍સ. શીવરાજભાઇ ખાચર, ધર્મેશભાઇ બાવળીયા, જીતુભાઈ ગોહીલ, રસીકભાઇ જમોડ, ઘનશ્‍યામસિંહ જાડેજી,  પો.કોન્‍સ. વિજયભાઇ ખડીયા, અમિતભાઇ સુરૂ, અઝીમભાઇ સમા, ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિંહાર, મહેન્‍દ્રસિંહ સોલંકી, કિશોરભાઈ કુગસીયા વિગેરે જોડાયેલ હતા.(૬.૧ર)

તસ્‍વીરમાં પકડાયેલ તસ્‍કર ગેંગ ચોરાઉ વાયરના જથ્‍થા સાથે નજરે પડે છે.

(3:24 PM IST)