<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ભુજની પાલારા જેલમાંથી અમદાવાદની સ્કવોડે બે મોબાઇલ ઝડપ્યા

વારંવાર મોબાઇલ મળ્યા પછીની તપાસમાં ફિંડલુ?, સરહદી જિલ્લાની ખાસ જેલમાં તપાસનું પગેરું આગળ વધતું નથી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ :  ફરી એકવાર સરહદી કચ્છ જિલ્લાની મધ્યસ્થ પાલારા જેલ ચર્ચામાં છે. અહીં ફરીવાર એક નહીં પણ બબ્બે મોબાઇલ ઝડપાયા છે અને સ્થાનિક જેલ ગાર્ડની નજર બહાર આ મોબાઇલ છેક અમદાવાદથી ભુજ આવેલ જડતી સ્કવોડ દ્વારા ઝડપાયા છે. 

          જેલના દવાખાનાની પાછળ ગટરની કુંડી નીચેથી મેક્સ અને સેમસંગ કંપનીનો મોબાઇલ ઝડપાયા બાદ જેલર ડી.આર. કરંગીયાએ ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવી છે. બંને ફોન એફએસએલ માં મોકલાયા છે. જોકે, અગાઉના કિસ્સાઓમાં જેલમાં ફોન મળી આવ્યા બાદ ફોન ક્યાં કરાયા કોણે જેલ સુધી ફોન પહોંચાડ્યા, ફોનના સીમ કોના નામે હતા એ કોઈ વિગતો બહાર આવી નથી.

           ખાસ જેલ તરીકે રાજ્યમાં દરજ્જો ધરાવતી સરહદી કચ્છ જિલ્લાની જેલમાં સુરક્ષાની દ્રષ્ટિએ ઊંડાણ પૂર્વકની સઘન તપાસ રાષ્ટ્ર હિતની દ્રષ્ટિએ જરૂરી છે.

(9:26 AM IST)