<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

હાલારના ૧૫૦ પત્રકારોને દિલ્‍હી દર્શન કરાવતા સાંસદ પૂનમબેન

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ, તા.૧૩: જામનગર દ્વારકા વિસ્‍તારના સાંસદ પૂનમબેન માડમ તરફથી તેમના સાંસદીય મત વિસ્‍તાર દ્વારકા, ખંભાલીયા, જામનગર, ધ્રોલ, કાલાવડ સહિત શહેરોના ૧૫૦ જેટલા પત્રકારોને દિલ્‍હી દર્શન કરાવવાનું એક સુપર આયોજન તા.૯.૩.૨૬ થી ૧૨.૩.૨૬ સુધીના ચાર દિવસો માટે કરવામાં આવેલ.

આ પ્રવાસના આયોજન દ્વારા પત્રકારોને નવા સાંસદ ભવન, જુના સાંસદ ભવન, રાજઘાટ ઇન્‍ડિયા ગેટ પીએમ મ્‍યુઝિયમ સહિતના ઐતિહાસિક સ્‍થળોની મુલાકાત કરાવવામાં આવેલ.

આ પ્રસંગે પત્રકારો સાથે કેન્‍દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, સાંસદ કંગના રનોત, સાંસદ ગેનીબેન ઠાકોર વગેરે સમય ફાળવીને પત્રકાર મિત્રો સાથે મુલાકાત કરી ફોટો સેશનમાં ભાગ લીધો હતો.

આ પ્રવાસ દરમિયાન પુનમબેનની આદિત્‍ય ભાવનાને તમામ પત્રકારોએ બિરદાવી અને આભારની લાગણી વ્‍યક્‍ત કરેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યાલયના ચીફ સુરેશભાઈ રાચ્‍છ સહિતના તમામ સ્‍ટાફના ભાઈઓ તરફથી સફળ કામગીરી બજાવેલ.

આ પ્રવાસ માટે જે તે સ્‍થળના પત્રકારોને તેમના સ્‍થળેથી પીકપ કરીને લક્‍ઝરી બસ દ્વારા અમદાવાદ એરપોર્ટ સુધી લઈ જવામાં આવેલ અમદાવાદથી દિલ્‍હી સુધી પ્‍લેનમાં લઈ જવામાં આવેલ તેમજ પરત રાજધાની એક્‍સપ્રેસ દ્વારા અમદાવાદ સુધી આવીને પત્રકારો તેમના જે તે સ્‍થળે પહોંચાડવાનું સુંદર આયોજન કરવામાં આવેલ.

(11:04 AM IST)