હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જસદણમાં બહેનનાં લગ્ન પ્રસંગે ઝઘડો ન કરવાનું કહેતાં રાજુને સાળા અને ભાઇએ માર માર્યો
માંડવાની વિધિ પ્રસંગે ડીજેના કાર્યક્રમમાં ઝઘડો રોકવા ગયેલા યુવકની જ ધોલધપાટ

રાજકોટ તા. ૧૩ :.. જસદણનાં પોલાસર ગામે રહેતાં યુવકની પિતરાઇ બહેનનાં માંડવા પ્રસંગે સાળા અને પિતરાઇ ભાઇએ ઝઘડો કરી માર મારતા સારવારમાં દાખલ કરવામાં આવ્યા છે. પિતરાઇ બહેનનાં શુભ પ્રસંગે ડીજેના કાર્યક્રમ દરમિયાન અંદરો અંદર ઝઘડી રહેલા સાળા અને પિતરાઇ ભાઇને સમજાવવા જતાં યુવકને માર માર્યાનું હાલ સામે આવ્યું છે.
આ ઘટનાની વિગત એવી છે કે, જસદણનાં પોલાસર ગામે રહેતાં રાજુભાઇ વલ્લભભાઇ વાઘેલા (ઉ.વ.ર૭) ની પિતરાઇ બહેન રેખાના લગ્ન હોય ગઇકાલે માંડવાની વિધિ હતી. જેમાં ડીજેનો કાર્યક્રમ રાખેલ હોય.
રાજુભાઇનાં સાળા રણજીત અને રણછોડ તથા કાકાનાં દીકરા ગોવિંદ દારૂ પીને અંદરો-અંદર ઝઘડો કરી રહ્યા હતાં. જેને પગલે રાજુભાઇ સમજાવટ કરવા જતાં બંને સાળા રણજીત અને રણછોડ તથા કાકાના દીકરા ગોવિંદ સહિતનાએ રાજૂભાઇ સાથે ઝઘડો કરી માર મારતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત યુવક પોતે માલ-ઢોરની મજૂરી કરતો હોવાનું તથા સંતાનમાં ર દીકરા અને ૧ દીકરી હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
