<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

વિસાવદરના રામપરા(ગીર) ચારણ જગદંબા આઇશ્રી રૂપલમાંના

સાનિધ્યમાં તા.૧૯મીથી સુધી ચૈત્રી નવરાત્રી મહોત્સવ ર૬માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાશેઃ માતાજીની ચરજુ ભેળીયા પ્રાચીન રાસ ગરબાની રમઝટ બોલશેઃ આઠમના દિવસે ભવ્ય લોકડાયરામાં માયાભાઇ આહિર રાજભા ગઢવી, રશ્મિતાબેન રબારી, મયુર દવે સહિતના કલાકારો જમાવટ કરશેઃ નવચંડી યજ્ઞ યોજાશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૩ :.. વિસાવદર તાલુકાના રામપરા (ગીર) ચારણ જગદંબા આઇશ્રી રૂપલમાં દ્વારા સ્થાપિત શ્રી નવદુર્ગા શકિતતીર્થ ખાતે આગામી તા. ૧૯ માર્ચને ગુરૂવારથી તા. ર૬ માર્ચ ને ગુરૂવાર ચૈત્રી નવરાત્રી મહોત્સવ અને ર૬મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.

જેમાં ભગવતી આઇશ્રી રૂપલમાંની અમી દૃષ્ટિથી રૂપલધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ઉત્સાહભેર ચૈત્રી નવરાત્રી ઉજવાય છે. અને તા. ર૬ ને ગુરૂવારના રોજ ર૬માં પાટોત્સવ નિમીતે વિશ્વ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞ યોજાશે. જેમાં સંતો-મહંતો માતાજીઓના દર્શન અને આશિર્વાદનો ધર્મપ્રેમી જનતાને લાભ મળશે. અને રાત્રે ૧૦ કલાકે ભવ્ય લોકડાયરામાં માયાભાઇ આહિર રાજભા ગઢવી રશ્મિાબેન રબારી મયુર દવે, વાલભા ગઢવી સહિતના કલાકારો જમાવટ કરશે.

સ્ટેજનું સંચાલન રાજાભાઇ ગઢવી (ગુંદરણ), તા. ૧૯મી ચૈત્રી નવરાત્રીના પ્રારંભથી જ દરરોજ રાત્રે નામી-અનામી કલાકારો રાસોત્સવમાં પોતાની કલા ગીતો રજૂ કરશે.

તેમજ માતાજીની ચરજુ ભેળીયા પ્રાચીન રાસ-ગરબા ગાશે. તા. રપ મીના રોજ, રૂદેશ્વર મહાદેવ મંદિર ખાતે રૂદ્રયજ્ઞ અને તા. ર૬ મીના રોજ નવચંડી યજ્ઞ યોજાશે.

આ પાવનકારી મહોત્સવમાં પધારવા ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ અપાયુ છે. વધુ માહિતી માટે મો. નં. ૯૦૯૯પ ૬૭ર૭ર ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

(11:14 AM IST)