<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ભાવનગરના મહુવામાં ૩.૧ ની તીવ્રતાનો ભૂકંપ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩: ભાવનગર જિલ્લાના મહુવામાં ગુરુવારની મોડી રાત્રીના ત્રણ વાગ્‍યે ધરતીકંપ આંચકો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ ગુરૂવારની મોટી રાત્રીના ત્રણ વાગ્‍યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપ ૩.૧ ની તીવ્રતા નો હતો. અને તેનું કેન્‍દ્ર બિંદુ મહુવાથી ૨૩ કિમી દૂર નોંધાયું હોવાનું જાણવા મળેલ છે. ઘણા લાંબા સમય બાદ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભૂકંપ અંગે ચર્ચા જાગી હતી.(૨.૯)

(11:14 AM IST)