<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

સુરેન્‍દ્રનગર સબજેલમાં હત્‍યા કેસના ગુનાના કેદીનું ભેદી મોત

૧૨૫ કેદી રાખવાની ક્ષમતા ધરાવતી સબ જેલમાં ૨૯૦ જેટલા કેદીઓઃ ખીમાભાઈ સોમાભાઈના મોત મુદ્દે તપાસ શરૂઃ રાત્રી દરમિયાન મોતઃ અન્‍ય એક કેદીને શ્વાસ લેવામાં તકલીફ સર્જાતા હોસ્‍પિટલમાં

 

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૩: સુરેન્‍દ્રનગરની સબ જેલમાં સજા કાપી રહેલા કેદીઓને બેરેકમાં જે ક્ષમતા છે તેની કરતા વધારે પ્રમાણમાં રાખવામાં આવી રહ્યા છે એટલે કેદીઓમાં ગભરામણની ઘટનાઓ વધી રહી છે ત્‍યારે સુરેન્‍દ્રનગરની સબ જેલમાં સજા કાપી રહેલા કેદીનું મોડી રાત્રે મોત નીપજવા પામ્‍યું છે. ગુનામાં સજા કાપી રહેલા ખીમાભાઈ સોમાભાઈનું મોત નીપજતા પરિવારમાં પણ શોકની લાગણી વ્‍યાપી જવા પામી છે છેલ્લા ૫ વર્ષ થી સબજેલમાં હત્‍યા કેસમાં સજા કાપી રહેલા હતા અને અચાનક તેમને મોડી રાત્રે છાતીના ભાગે દુખાવો ઉપાડતા તેમને જેલર સહિતના અધિકારીઓ દ્વારા સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા

જોકે સિવિલ હોસ્‍પિટલના હાજર ડોક્‍ટર દ્વારા તેમને મળત જાહેર કરવામાં આવ્‍યા હતા અને કસ્‍ટડીયલ ડેથ જાહેર કરવામાં આવ્‍યું હતું ત્‍યારે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે શંકા જતી હોવાના કારણે મળતદેહને ફોરેન્‍સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો છે અને આ અંગે પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કામાં મોતનું કારણ ગરમી અને ગભરામણ થઈ હોય જેને લઈને હાર્ટ એટેક આવી ગયા હોવાનું વ્‍યક્‍ત કરવામાં આવી રહ્યું છે પરંતુ ફોરેન્‍સિક પીએમના રિપોર્ટ પછી જ સમગ્ર ઘટનાની સાચી જાણકારી સામે આવશે હાલના તબક્કામાં પરિવારને પણ જાણ કરવામાં આવતા પરિવારજનો પણ હોસ્‍પિટલ ખાતે દોડી આવ્‍યા હતા.

સુરેન્‍દ્રનગર સબ જેલના જેલર અરવિંદ પટેલ રાત્રે કેદીના મળતદેહને લઈ સિવિલ હોસ્‍પિટલને પહોંચ્‍યા હતા. જ્‍યારે સિવિલ હોસ્‍પિટલમાં જેલર દ્વારા મૌખિક નિવેદન આપવામાં આવ્‍યું હતું કે મળતક છે તે ઘણા સમયથી マદય રોગથી પીડિત થતા અગાઉ પણ તેમની સારવાર ચાલી રહી હતી અને તેમનું મોત નીપજવા પામ્‍યું છે પરિવારને જાણ કરવામાં આવી છે કોઈ શંકા ન જાય તે માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં પેનલ પીએમ માટે મળતદેહ લઈ જવામાં આવી રહ્યો છે રિપોર્ટ આવ્‍યા બાદ જ મોતનું કારણ સામે આવશે તેવું જેલર દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.

(11:15 AM IST)