<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

બાબરામાં દારૂ ભરેલી કારે સર્જેલા અકસ્‍માતનો ૧૬ વર્ષથી ફરાર આરોપીને રાજસ્‍થાનથી ઝડપી લેવાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧૩: છેલ્લા સોળ વર્ષથી નાસતા ફરતા આરોપી કે જેનું નામ સરનામું અધુરૂ હોય જે બાબતે હ્યુમન ઇન્‍ટેલીજન્‍સ તથા ટેક્રીકલ સોર્સ મારફતે હકીકત મેળવી  રાજસ્‍થાન ખાતે તપાસ તજવીજ કરી નાસતા ફરતા આરોપીને  રાજસ્‍થાન ખાતેથી હસ્‍તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ બાબરા પો.સ્‍ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ છે.

બાબરા પો.સ્‍ટે. ક.૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ તથા બાબરા પો.સ્‍ટે. પ્રોહી. મુજબના ગુન્‍હાના કામે  સોળ વર્ષ પહેલા ટાવેરા કાર નં.GJ-03-AB-6283વાળી પુર ઝડપે અને ચલાવી હોન્‍ડા મો.સા. સાથે અથડાવી ફરીયાદી તથા સાહેદને ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયેલ જે ટાવેરા ગાડીમાં વિદેશી દારૂ બોટલ નંગ-૩૯૩ કિ.રૂ.૦૧,૧૭,૯૦૦/- તથા બિયરના ડબ્‍બા નંગ-૧૬૮ કિ.રૂ.૧૬૮૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૨૦૦૦/- મળી કુલ કિ.રૂ.૦૬,૩૬,૭૦૦/- ના મુદ્દામાલ સાથે અગાઉ ત્રણ આરોપી પકડાઇ ગયેલ જે કામે એક આરોપી આજદિન સુધી નાસતો ફરતો જે કામે કોર્ટ દ્વારા મજકુર આરોપીનું ઘ્‍ય્‍ભ્‍ઘ્‍ ક.૭૦ મુજબનું વોરંટ ઇશ્‍યુ કરેલ હતુ. જેમાં  કાળુસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ (રાજપુત) ઉ.વ.૩૬ ધંધો.ડ્રાઇવીંગ રહે.જાખલ તા.સાંચોર તા.જિ.ઝાલોદ રાજસ્‍થાન ઝડપાઇ ગયો છે.

આ કામગીરીમાં સંજય ખરાત પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અન્‍વયે તથા એ.ડી.ચાવડા પો.ઇન્‍સ.એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એન.જી.સાપરા પો.સબ ઇન્‍સ. પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલી તથા એ.એસ.આઇ. એ.એમ.સોલંકી, કે.જે.બેરા તથા હેડ કોન્‍સ. પી.બી. સોંધરવા તથા જી.એમ.નગવાડીયા તથા આઉટ સોર્સ ડ્રાઇવર અશ્વિનભાઇ ચાવડા એ રીતેના જોડાયેલ હતા. (

(11:17 AM IST)