<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

હોર્મુઝ સ્‍ટ્રેટ પર ઇરાનનું સખત વલણ યથાવત રહેશે

અમેરિકા આ યુધ્‍ધમાંથી ખસી જશેઃ વડાપ્રધાન મોદી અને ખામેનેઇ વચ્‍ચે ઉષ્‍માસભર વાતચીતનો દોર જરૂરી જ નહી પણ અનિવાર્ય બન્‍યુ છેઃ આ ત્રણ બાબતો ખામેનેઇના પ્રથમ સંબોધનના સત્‍વમાં જોવા મળે છે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૩: ઇરાનના નવા નિમાયેલા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇના પ્રથમ ભાષણના દરેક શબ્‍દો ઘણી જ અર્થ સભરતા અને નજીકના ભવિષ્‍યમાં શું થશે? તેનો સ્‍પષ્‍ટ ચીતાર આપે છે. આ યુધ્‍ધ કેટલુ લાંબુ ચાલશે? એ ઉપરાંત આ યુધ્‍ધમાંથી અમેરિકા ખસી જશે તેવા એંધાણ પણ ખામેનેઇના આ પ્રથમ સંબોધનમાંથી મળી રહે છે. ટ્રમ્‍પ પર વ્‍યકિતગત જોખમ અને અમેરિકાને આ યુધ્‍ધમાં જબ્‍બર આર્થિક નુકશાન થઇ રહયુ છે. જેથી અમેરિકા હવે ટ્રમ્‍પ મુખેથી શબ્‍દોની માયાજાળ રચીને માનભેર આ યુધ્‍ધમાંથી હળવેથી ખસી જશે. બાદમાં આ યુધ્‍ધ ઇરાન અને ઇઝરાયેલ વચ્‍ચેનું જ રહેશે. જે લાંબુ ચાલશે અને આ ધર્મયુધ્‍ધના પરિઘમાં આવી જશે. હોર્મુઝ સ્‍ટ્રેટ પર ઇરાનનું કડક વલણ હજુ લાંબો સમય યથાવત રહેનાર હોઇ, ભારતના હિતમાં, વડાપ્રધાન મોદી અને ઇરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇ વચ્‍ચે ઉષ્‍માસભર વાતચીતનો દોૈર શરૂ થવો જરૂરી જ નહી પણ અનિવાર્ય બને છે.

ત્રીજા ખામેનેઇના પ્રથમ સતાવાર સંબોધનમાં આ ત્રણ બાબત સત્‍વ સ્‍વરૂપે ઉજાગર થયેલી જોવા મળે છે.

(11:41 AM IST)