<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

અમરેલી ગજેરા કેમ્‍પસ વિદ્યાસભાના DLSSનો જુડો ખેલાડીઓએ ખેલમહાકુંભમાં દબદબો

૩-સુવર્ણ સહિત અનેક પદકો સાથે રાજ્‍ય કક્ષાએ ગૌરવપૂર્ણ સિધ્‍ધિ

અમરેલી, તા. ૧૩:  ખેલમહાકુંભ રાજ્‍ય કક્ષાની જુડો શ્‍-૧૪,૧૭ ચેમ્‍પિયનશીપનું આયોજન સાપુતારા મુકામે થયું હતું. જ્‍યાં વિવિધ જિલ્લાના જુડો રમતના ખેલાડીઓએ પાર્ટીશીપેશન કરેલ તેમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્‍પસ વિદ્યાસભા સ્‍પોર્ટ્‍સ સ્‍કૂલના ઝન્‍લ્‍લ્‍ જુડો ખેલાડીઓએ પાર્ટીશીપેશન કરી પોતાની તાકાત અજમાવીને સિદ્ધીઓ મેળવેલ. જેમાં શાળાના વિદ્યાર્થીમાં (૧) શ્‍-૧૪ નાકિયા ઈશ્વર- ૩૦ત્ત્. સાથે સુવર્ણ પદક, (૨) શ્‍-૧૭ નંદવાણા રવિરાજ- ૫૦ ત્ત્. સાથે સુવર્ણ પદક મેળવેલ, (૩) શ્‍-૧૭ મકવાણા હાર્દિક - ૪૦ત્ત્. સાથે સુવર્ણ પદક, (૧) શ્‍-૧૪ મકોલીયા હાર્દિક ૫૦ત્ત્. સાથે કાંસ્‍ય પદક (૨) શ્‍-૧૪ વાળા યશ ૫૦ ત્ત્. સાથે કાંસ્‍ય પદક (૩) શ્‍-૧૭ મેણીયા કલ્‍પેશ ૪૦ત્ત્.સિંાથે કાંસ્‍ય પદક (૪) શ્‍-૧૭ ડાંગોદરા ધ્રુવિન ૪૦ત્ત્. સાથે કાંસ્‍ય પદક (૫) શ્‍-૧૭ મકવાણા કુલદીપ ૮૧ત્ત્. સાથે કાંસ્‍ય પદક,(૬) શ્‍-૧૭ પટેલ મન ૬૬ત્ત્. સાથે કાંસ્‍ય પદક મેળવી રાજ્‍ય કક્ષાએ જુડો ગેમમાં શાળા પરિવારનું નામ રોશન કરેલ છે, આ તકે સંસ્‍થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજીંગ ટ્રસ્‍ટી અશોકભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી, કેમ્‍પસ ડાયરેક્‍ટરશ્રી વસંતભાઈ પેથાણીએ ખેલાડીઓને અને કોચ-ટ્રેનર ને અભિનંદન પાઠવ્‍યા હતા.(

(12:06 PM IST)