<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

વિંછીયાના હિંગોળગઢ અશ્‍વ ઉછેર કેન્‍દ્રનો પણ હવે વિકાસ થશે

કાઠીયાવાડી અશ્‍વોના વિકાસ માટે કુંવરજીભાઈ બાવળીયાના પ્રયત્‍નોથી ફાર્મના વિકાસ માટે રૂ.૨.૮૭ કરોડની મંજૂરી

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૪: વિશ્વ વિખ્‍યાત કાઠીયાવાડી અશ્વોના સંવર્ધન અને વિકાસ માટે વિંછીયા તાલુકાના હિંગોળગઢ ખાતે અશ્વ સંવર્ધન ફાર્મ કાર્યરત છે આ ફાર્મ ગુજરાત માટે ગૌરવનું કેન્‍દ્ર છે જેના વિકાસ માટે ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળીયાના પ્રયત્‍નોથી અશ્વ ઉછેર કેન્‍દ્ર ફાર્મના વિકાસ માટે અંદાજે રૂ. ૨.૮૭ કરોડ મંજૂર કરવામાં આવ્‍યા છે.

આ રકમ સ્‍ટાફ ક્‍વાર્ટર, સી.સી.ટી.વી.કેમેરા,સ્‍ટેબલ વાઇટ વોશ,ઓફિસ ફર્નિચર,સી.સી.રોડ, વોલ પ્રોટેકશન અને અન્‍ય તમામ જરૂરી સુવિધાઓ સમાવેશ થશે.

અશ્વોના સંવર્ધન,વિસ્‍તારમાં અશ્વપ્રેમીઓના હિત માટે અને શુદ્ધ કાઠીયાવાડી ઓલાદના ઘોડાઓની સંખ્‍યા વધારવા માટે કરવામાં આવી છે. 

૨૦૧૩-૧૪માં ગુજરાત શીપ અને વુલ ડેવલપમેન્‍ટ કૉ.લીમીટેડ ગાંધીનગર દ્વારા ૭૦ એકર જમીન પશુપાલન ખાતાને ફાળવવામાં આવી હતી અને ત્‍યાં બાંધકામ પૂર્ણ થતા ઞત ૨૫/૦૭/૨૦૧૮ ના રોજ કબ્‍જો સોંપવામાં આવ્‍યો અને અશ્વ ઉછેર કેન્‍દ્ર શરુ કરવામાં આવ્‍યું હતું.

આ અશ્વ ઉછેર કેન્‍દ્રમાં કાઠીયાવાડી અશ્વોની સંવર્ધન કામગીરી,શુદ્ધ કાઠીયાવાડી ઓલાદની જાળવણી,પેટા સેવા કેન્‍દ્રો માટે અશ્વોની ઓલાદ તૈયાર કરવી, અશ્વ પાલકોને તકનીકી માર્ગદર્શન આપવું,અદ્યતન સંશોધન દ્વારા breeding અને સંવર્ધન પ્રક્રિયા અપનાવવી જેવી સુવિધાઓ આપવામાં આવે છે.

ફાર્મ ખાતે બહારથી આવતી ઘોડીઓને નિઃશુલ્‍ક બ્રીડીંગ સુવિધા આપવામાં આવે છે.આ સેવા વડે સમગ્ર ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં શુદ્ધ કાઠીયાવાડી અશ્વોની સંખ્‍યા અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થયો છે. આ વર્ષે ફાર્મના વાળીઅશ્વો દ્વારા ૩૫૦ થી વધુ ઘોડાઓને નિઃશુલ્‍ક બ્રીડીંગ આપવામાં આવી છે.

(10:36 AM IST)