<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવનો પ્રકોપઃ જનસેવા અને આધાર કેન્દ્રોના સમયમાં મોટો ફેરફાર

કલેકટર કચેરીનો મહત્વનો નિર્ણયઃ હવે બે સત્રમાં થશે કામગીરી

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૧૪ઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હીટવેવની આગાહીના પગલે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તાપમાનનો પારો ૪૨°C ને વટાવી રહ્યો છે. આ આકરી ગરમી અને હીટવેવની સીધી અસરોથી નાગરિકોને બચાવવા માટે જિલ્લા કલેકટર કચેરી દ્વારા જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો અને આધાર કેન્દ્રોના સમયમાં તાત્કાલિક અસરથી ફેરફાર કરવામાં આવ્યો છે.

નવો સમયપત્રક (અમલીઃ ૧૩ માર્ચ થી ૩૧ મે, ૨૦૨૬) અત્યાર સુધી સવારના ૧૦ઃ૩૦ થી સાંજના ૬ઃ૧૦ સુધી ચાલતા કેન્દ્રો હવે નીચે મુજબના બે સત્રમાં કાર્યરત રહેશેઃ સત્ર  સમય પ્રથમ સત્ર (સવાર) સવારે ૦૯ઃ૦૦ થી બપોરે ૦૧ઃ૦૦ કલાક સુધી, વિરામ (બપોર) બપોરે ૦૧ઃ૦૦ થી ૦૪ઃ૦૦ (કામગીરી બંધ રહેશે), દ્વિતીય સત્ર (સાંજ) બપોરે ૦૪ઃ૦૦ થી સાંજના ૦૬ઃ૦૦ કલાક સુધી, ક્યાં લાગુ પડશેઃ જિલ્લા કલેકટર કચેરી, તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો, તેમજ બેંક અને પોસ્ટ ઓફિસમાં કાર્યરત તમામ આધાર કેન્દ્રો. ઉદ્દેશ્યઃ બપોરે ૧ઃ૦૦ થી ૪ઃ૦૦ દરમિયાનના અસહ્ય તાપમાં લોકોને બહાર નીકળવું ન પડે અને હીટવેવથી રક્ષણ મળે.

નિવાસી અધિક કલેકટર કે. આર. પટેલે તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારોને આ નવા સમયની નોંધ લેવા અપીલ કરી છે જેથી બિનજરૃરી હાલાકી ટાળી શકાય. ખાસ જિલ્લાના નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે સરકારી કામકાજ માટે નવા સમય મુજબ જ કેન્દ્રોની મુલાકાત લેવી અને ગરમીથી બચવા માટે જરૃરી સાવચેતી રાખવી

(11:07 AM IST)