<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ગોંડલ તાલુકા પોલીસે ૪.૮ર લાખના વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે શખ્‍સોને ઝડપી લીધા

ગોંડલ સરકારી હોસ્‍પીટલમાં વર્લીના આંકડા લેતો જાફર કટારીયા પકડાયો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૪: રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્‍ત રાયે દારૂ જુગાર અંગે કડક હાથે કાર્યવાહી કરવા પોલીસ તંત્ર ને નિર્દેશ આપ્‍યા બાદ દારૂનાં ધંધાર્થીઓ પર પોલીસ ત્રાટકી રહીછે. તાલુકા પોલીસ સ્‍ટેશન નાં પ્રોબેશન IPS પ્રખરકુમારના  માર્ગદર્શન હેઠળ  તાલુકા પોલીસ સ્‍ટેશનની સર્વેલન્‍સ ટીમ દ્વારા ઉચી કિંમત નો વિદેશી દારુનો જથ્‍થો જડપી પાડ્‍યો છે.  પ્રાપ્‍ત વિગત મુજબ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ પ્રતાપસિંહ સોલંકી અને કોન્‍સ્‍ટેબલ જયદીપભાઈ ધાધલને  માહિતી મળી કે એક સફેદ રંગની સ્‍વીફ્‌ટ કારમાં આટકોટ તરફથી ઈંગ્‍લીશ દારૂ ભરી ગોંડલ તરફ લાવવામાં આવી રહ્યો છે.માહિતીના આધારે પીએસઆઇ સોલંકી,એએસઆઈ રવિરાજસિંહ, પ્રતાપસિંહ, હેડ કોન્‍સ્‍ટેબલ જયદીપસિંહ, લખધિરસિંહ સહિત પોલીસ સ્‍ટાફ ઘોઘાવદર  પાસે વોચ રાખી  પસાર થઇ રહેલી જીજે ૩ એફ ૫૯૬૭ નંબર ની સ્‍વિફ્‌ટ કાર અટકાવી તપાસ કરતા તેમાંથી સ્‍કોચ વિસ્‍કી નંગ ૧૫૬ કિંમત રુ.૪,૮૨,૯૪૦ મળી આવતા કાર માં રહેલા ગોંડલ નાં આરિફ ઉર્ફ રઘો દિલાવરભાઇ ખોખર તથા દિપક મોહનભાઈ વેકરીયા ને જડપી લઇ રુ.ત્રણ લાખ ની કિંમત ની સ્‍વિફ્‌ટ કાર તથા રૂ. વીસ હજાર ની કિંમત નાં મોબાઇલ મળી કુલ રુ.૮,૦૨,૦૪૦ નો મુદ્દામાલ કબ્‍જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વિદેશી દારુ મોકલનાર વિંછીયા નાં માત્રા ગામ નાં ભાણુભા નામનાં શખ્‍સ ની શોધખોળ શરુ કરી છે.

તેમજ ગોંડલમાં એલસીબી પોલીસે સરકારી હોસ્‍પીટલ ચોકમાંથી મોબાઇલ ફોન ઉપર વર્લી ફીચરના આંક ફેરનો જુગાર રમી રમાડતા જાફર હનીફભાઇ કટારીયાને ઝડપી લઇ રોકડ રૂ. ર૯,૦૦૦ તથા રૂ. પ૦૦૦ની કિંમતના મોબાઇલ મળી કુલ કિ. રૂ. ૩૪,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે અન્‍ય શખ્‍સ રફીક ઉર્ફે જંગલી કરીમભાઇ કટારીયાની શોધખોળ હાથ ધરી હતી. 

(11:36 AM IST)