<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

આમ આદમી પાર્ટી ગુજરાતમાં જનતા રેડ કરશે- દારૂ પકડશેઃ ઇસુદાન ગઢવી

રાજકોટ તા.૧૪: આપ પૂર્વ કચ્‍છ જિલ્લા પ્રમુખ ડો.કાયનાત અન્‍સારીએ કચ્‍છના ગાંધીધામમાં ચાલતા દારૂના અડ્ડા પર જનતા રેડ કરી તેનો પર્દાફાશ કર્યો હતો. આ જનતા રેડ બાદ તેમને ષડયંત્ર રચી ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલવામાં આવ્‍યા છે તેના વિરોધમાં ગાંધીધામ એસપી કચેરી ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રજુઆત કરી હતી.

AAP નેતા ઈસુદાન ગઢવીની કચ્‍છમાં પ્રેસ કોન્‍ફરન્‍સ, પોલીસ વિભાગ પર કર્યા આકરા પ્રહાર કર્યા હતા. પોલીસ બંધારણ પ્રમાણે નહીં પણ ભાજપના દલાલ બનીને કામ કરી રહી છે, ફક્‍ત ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે. કાયનાતબેન અંસારી અને તેમની ટીમે દારૂના અડ્ડાઓને ખુલ્લા પડ્‍યા પણ આજે તેઓ જેલમાં છે અને બુટલેગરો મોજમાં છે. ભવિષ્‍યમાં કાયનાતબેન જનતા રેડ ચાલુ રાખશે. આમ આદમી પાર્ટીના તમામ લીડરો આખા ગુજરાતમાં જનતા રેડ કરશે તેમ ઈસુદાન ગઢવીએ જણાવ્‍યુ હતું.

ગાંધીધામની જનતા સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં કાયનાતબેન સાથે થયેલ ઘટનાનો બદલો લે અને ભાજપને લાત મારે. ભાજપના નેતાઓ, ઉચ્‍ચ અધિકારીઓ અને પોલીસ તંત્ર દારૂના અડ્ડાઓમાંથી મલાઈ ખાય છે. કચ્‍છમાં બેફામપણે ડ્રગ્‍સ મળે છે, દારૂના અડ્ડાઓ ચાલે છે. કચ્‍છના એસપી દારૂના અડ્ડા બંધ કરાવશે કે પછી જે દારૂના અડ્ડા બંધ કરાવવા જાય એને જેલમાં નાખશે?: મેં સાંભળ્‍યું છે કે, કાયનાત અન્‍સારીને જેલમાં મોકલવાનું આખું ષડયંત્ર પોલીસના કહેવાથી ગોઠવવામાં આવ્‍યું છે. પોલીસના દબાણવશ બુટલેગરના સંબંધીએ કાયનાતબેન અન્‍સારી પર એટ્રોસિટી એક્‍ટની ફરિયાદ કરી છે. ભાજપ અને ગુજરાતની પોલીસ  એસસી - એસટી એક્‍ટને બુઠ્ઠો બનાવવાનું શરૂ યંત્ર કરી રહી છે.

બીજી બાજુ, બ્રહ્મ સમાજના દીકરાએ સુસાઇડ નોટ લખીને આત્‍મહત્‍યા કરી, સુસાઇડ નોટમાં ભાજપના નેતાઓ સહીત ૧૮ લોકોના નામ લખ્‍યા પરંતુ પોલીસે ભાજપના ૧૬ લોકોને  હાથ પણ નથી લગાડ્‍યો અને બે જે ભાજપના નથી તેમની ધરપકડ કરી, આ છે સિંઘમ પોલીસ? તેમ ઈસુદાન ગઢવીએ જણાવ્‍યુ છે

(11:44 AM IST)