News of Saturday, 14th March 2026
જૂનાગઢમાં જુના બાયપાસ પાસે ઝાડી ઝાંખરામાં અજાણ્યા આધેડની કોહવાયેલી લાશ મળી
ઘટનામાં હત્યા કે આત્મહત્યા અંગે તાલુકા પોલીસ દ્વારા તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૪: જૂનાગઢમાં જુના બાયપાસ પાસે ઝાડી ઝાંખરામાંથી અજાણ્યા આધેડની કોહવાયેલી લાશ મળી આવતા તાલુકા પોલીસે પોસ્ટ મોર્ટમમાં મોકલી આપી મળતકની ઓળખ અને મોત પાછળનું કારણ મેળવવા વધુ તપાસ હાથ ધરી હતી.
જૂનાગઢમાં રાજકોટ રોડ પર ધોરાજી ચોકડીથી ખામધોળ ચોકડી તરફ જુના બાયપાસ રોડ નજીક પેટ્રોલ પંપ પાસે ઝાડી ઝાંખરામાં માનવ મળતદેહ પડ્યો હોવાની જાણ શ્યામભાઈ ભાવીનભાઈ વેકરીયાએ કરતા તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
તપાસમાં એક અજાણ્યા ૫૫ વર્ષની વયના આધેડ પુરુષનો મળતદેહ મળી આવતા પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મળતદેહ સંપૂર્ણપણે કોહવાયેલી હાલતમાં છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ શખ્સનું મોત ૧૫ દિવસ પહેલા થયું હશે. લાશ કોહવાઈ ગઈ હોવાને કારણે હાલ પૂરતી મળતકની ઓળખ કરવી મુશ્કેલ બની રહી હતી.
તાલુકા પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી મોતનું કારણ કુદરતી છે, અકસ્માત છે કે પછી કોઈએ હત્યા કરીને લાશને અહીં ફેંકી દીધી છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
